બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#CB2
#cookpadgujarati
બટાકાવડા એ દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે. ગરમાગરમ બટાકાવડા ચોમાસાની સિઝનમાં લગભગ દરેક ઘરોમાં બનાવાય છે અને ચા સાથે સર્વ થાય છે તો ચાલો જોઈએ એને બનાવવાની રીત.

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

#CB2
#cookpadgujarati
બટાકાવડા એ દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે. ગરમાગરમ બટાકાવડા ચોમાસાની સિઝનમાં લગભગ દરેક ઘરોમાં બનાવાય છે અને ચા સાથે સર્વ થાય છે તો ચાલો જોઈએ એને બનાવવાની રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યકિત
  1. ૩-૪ નંગ બટાકા
  2. પાણી - જરૂર મુજબ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ચમચી- હળદર
  5. વઘાર માટે ➡️
  6. ૧ ચમચીરાઈ
  7. ૧ ચમચીજીરું
  8. ચપટીહીંગ
  9. ૩-૪ નંગ જીણા સમારેલા લીલાં મરચાં
  10. નાનો કટકો છીણેલું આદું
  11. મીઠાં લીમડાનાં પાન - જરૂર મુજબ
  12. ૧ ચમચી- લીંબુનો રસ
  13. સમારેલી કોથમીર - જરૂર મુજબ
  14. ખીરું બનાવવા માટે➡️
  15. ૧/૨ કપબેસન
  16. ૧ ચમચી- કોર્નફ્લોર
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ૧/૨ ચમચીહળદર
  19. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  20. પાણી - જરૂર મુજબ
  21. તેલ - તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બરાબર ધોઇને પાણી ઉમેરી બાફી, ઠંડા કરી, છાલ કાઢીને તેનો માવો તૈયાર કરી લો.

  2. 2

    હવે માવામાં મીઠું અને હળદર ઉમેરી બરાબર હાથેથી મિક્સ કરો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ લઈ, તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠાં લીમડાનાં પાન, આદું, મરચાં ઉમેરી વઘાર કરી તેમાં બટાકાનો માવો ઉમેરી બરાબર હલાવી લો.

  4. 4

    હવે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ તથા કોથમીર ઉમેરીને મિક્સ કરી માવાને ઠંડુ કરી લો અને તેમાંથી મધ્યમ કદના ગોળા વાળીને ૧૦-૧૫ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરી લો.

  5. 5

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને ખીરું બનાવવા માટેની સામગ્રી ભેગી કરી ખીરું બનાવી લો.

  6. 6

    હવે તૈયાર કરેલા ગોળને ખીરામાં બોળી ગરમ કરેલા તેલમાં મધ્યમ આંચ પર તળી લેવા. હવે તેને ગરમાગરમ ખજૂર આમલીની ચટણી અને કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes