મઠિયાં (Mathiya Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#CF

Mathiya

શેર કરો

ઘટકો

૨ કલાક
૪૦ નંગ
  1. 250 ગ્રામમઠ દાળ નો લોટ
  2. 50ગ્રામ અડદ દાળ નો લોટ
  3. 30 ગ્રામલીલાં મરચાં
  4. 125મીલી પાણી
  5. 1/4 ચમચીહિંગ
  6. ચપટીપાપડ ખારો
  7. 1/4 ચમચીઅજમો
  8. 20 ગ્રામખાંડ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી લઈ ને તેમાં ક્રશ કરેલા લીલા મરચાં, ખારો અને મીઠું ઉમેરી ઉકળવા દો. 3-4 મિનિટ સુધી આ પાણી ઉકળી જાય પછી તેમાં ખાંડ ઉમેરી બીજી એક મિનિટ માટે ઉકાળી લો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરીને ઠંડું પડવા દો.

  2. 2

    એક બાઉલમાં બંને લોટને ચાળીને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં અજમો અને હીંગ ઉમેરી લો અને મિક્સ કરી લો. પછી ઉકાળીને ઠંડુ કરેલું પાણી તેમાં એડ કરો. અને થોડો લોટ એડ કરીને કડક લોટ બધી ને રેડી કરો.

  3. 3

    હવે કિચન પર એક જગ્યા સારી કરીને ત્યાં તેલ લગાવી લો.પછી લોટ ને મૂકી ને દસ્તા ને પણ તેલ લગાવી ને લોટ ને ટીપી લો.અને સોફ્ટ કરી લેવો.

  4. 4

    હવે આ લોટ ના ભાગ કરી લેવા.અને તેને સામ સામે ખેંચી ને લોટ સોફ્ટ કરી ને ગુલ્લા કરી ને ઢાંકીને મૂકી રાખવા.

    હવે પાટલી અને વેળાની પર તેલ લગાવી મઠિયા પાતળા વની ને 20 મિનિટ માટે સુકાવા દેવા.જ્યારે મઠિયા વનો ત્યારે કાઠા યા મોલ્ડ ની મદદ થી કટ કરવા જેથી સરખો સેપ આવશે.

  5. 5

    ત્યાર પછી તેલ ગરમ મૂકી ને તેલ બરાબર ગરમ થાય પછી મઠિયા તળી લેવા.અને સબ્બા માં ઠંડા થાય પછી ભરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes