મઠિયા (Mathiya Recipe In Gujarati)

ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જેમાં દિવાળીએ મઠિયા ન બનતા હોય. આખુ વર્ષ મઠિયા ખવાય કે ન ખવાય, દિવાળીએ તો મઠિયા બને જ છે. મઠિયાનો લોટ બાંધવાથી માંડીને મઠિયા પરફેક્ટ તળવા એ એક કળા છે. જો તમે આ રેસિપી મુજબ મઠિયા બનાવશો તો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી મઠિયા બનશે.
મઠિયા (Mathiya Recipe In Gujarati)
ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જેમાં દિવાળીએ મઠિયા ન બનતા હોય. આખુ વર્ષ મઠિયા ખવાય કે ન ખવાય, દિવાળીએ તો મઠિયા બને જ છે. મઠિયાનો લોટ બાંધવાથી માંડીને મઠિયા પરફેક્ટ તળવા એ એક કળા છે. જો તમે આ રેસિપી મુજબ મઠિયા બનાવશો તો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી મઠિયા બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
મઠ અને અડદની દાળના લોટને ચાળીને બરાબર મિક્સ કરી દો. તેમાં લાલ મરચા પાઉડર, હળદર, ઘી નાંખી બરાબર મિક્સ કરી દો.
1/2 કપ હૂંફાળુ પાણી લઈ તેમાં પાપડ ખારો, મીઠું, ખાંડ, મરી પાઉડર અને અજમો ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહો.
આ પાણીથી લોટ બાંધો. જરૂર પડે તો થોડુ બીજુ પાણી ઉમેરી લો. લોટને 15-20 મિનિટ સુધી બરાબર બાંધો. આમ કરવાથી લોટ સહેજ ખેંચાય તેવો બની જશે. જો લોટ ચીકણો થઈ જાય તો થોડા ટીપા તેલ ઉમેરી દેવુ. - 2
લોટના લૂવા પાડો અને એકદમ પાતળા વણી નાંખો. મોટુ કપડુ કે પ્લાસ્ટિક લઈને પાતળા વણેલા લૂઆને 1થી 2 કલાક સૂકાવા દો. થોડા સૂકાઈ જાય પછી બીજી બાજુ પણ સૂકવી દો.
- 3
વણેલા મઠિયા સૂકાઈ જાય એટલે તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય ત્યારે મઠિયા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. મઠિયા ખૂબ જલ્દી તળાઈ જાય છે એટલે ગેસની ફ્લેમ નાની મોટી કરતા રહો. વડી, મઠિયા તળવા માટે જારાને બદલે ચિપીયાનો ઉપયોગ કરશો તો મઠિયા વધુ પડતા લાલ પણ નહિ થઈ જાય.
- 4
મઠિયા તળાઈ જાય એટલે તમે તેના પર લાલ મરચાનો પાઉડર અથવા તો મરીનો ભૂકો ભભરાવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હાથ વણાટ દ્વારા મઠિયાં (Handmade Mathiya recipe in Gujarati)
#CB4#chhappan_bhog#DFT#diwali_special#Drysnack#traditional#fried#mathiya#Jain#CookpadIndia#COOKPADGUJRATI મઠીયા એ દિવાળી નાં દિવસોમાં બનતી એક પરંપરાગત વાનગી છે. મઠીયા વિનાની દિવાળી અધૂરી લાગે છે. મઠીયા બે પ્રકારના બને છે. એક સફેદ અને પાતળા મઠીયા જે લીલા મરચા અથવા સફેદ મરચા થી બને છે. આ ઉપરાંત લાલ જાડા મઠિયા પણ બનતા હોય છે. દિવાળીના તહેવારના દિવસોમાં આ વાનગી દરેક ગુજરાતીઓના ઘરમાં હોય જ છે. કોઈક નાં ઘરે મઠીયા વણેલા તૈયાર લાવીને ઘરે લાવીને તળે છે, તો કોઈક તૈયાર તળેલા પણ લાવે છે. અમે અહીં પરંપરાગત રીતે ઘરે જ લોટ બાંધીને, હાથ થી વણીને મઠીયા તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ સરસ થયા છે સાથે ક્રિસ્પી અને સોફ્ટ પણ થયા છે. આ વર્ષે મારા પતિદેવ ની તીવ્ર ઈચ્છા હતી કે ઘર નાં બનાવેલા મઠીયા જ ખાવા છે. આમ, તો અમે દર વર્ષે દિવાળીમાં મઠીયા ઘરે જ બનાવતા હતા, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બનાવ્યા ન હતા. ઘરે મઠીયા બનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારા પરિવારજનોના સ્વાદ મુજબ વધારે કે ઓછા તીખા અને વધારે કે ઓછા ગળપણ વાળા બનાવી શકો છો. આ ઉપરાંત જાતે બનાવી ને ખાવા નો આનંદ તો કંઈક અલગ જ હોય છે. Shweta Shah -
મઠિયા (Mathiya Recipe In Gujarati)
મઠિયાં અલગ અલગ રીતે બનાવે છે બધામે અહીં તીખા લીલા મરચા ના બનાવ્યા છે તીખા મઠિયાગુજરાત મા લવીંગીયા મરચા કહેવાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
# મોટે ભાગે બધા ગુજરાતી ના ઘરે આ નાસ્તો બને જ છે. દિવાળી માં પણ જાડા મઠિયા બને જ છે. Arpita Shah -
-
લાલ મઠિયા(lal mathiya recipe in Gujarati)
#સુપરશેફ2મઠ ની દાળ નાં લોટ માં મસાલા ઉમેરી ને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. આ ગોધરા શહેર ની પ્રખ્યાત વાનગી છે, ત્યાં મોટા ભાગે દરેક નાં ઘરે આ વાનગી તૈયાર થાય છે. જો તેમાં ગળપણ ઉમેરવા માં આવે તો તે લાલ મઠિયા અને ગળપણ વગર બનાવવા માં આવે તો મઠ નાં લોટ ની પૂરી તરીકે ઓળખાય છે. Shweta Shah -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી આવી ગઈ છે મિત્રો.. આમ તો નાસ્તા, ફરસાણ, મીઠાઈ, મુખવાસ વગેરેની તૈયારીઓ તો દરેકે કરી જ નાખી હશે. દરેકના ઘરે ની નવા પકવાન બની ગયા હશે. આમ ભલે ચોળાફળી તો બારે માસ ખાતા હોઈશું. પણ દિવાળીના સમયે આ ચોળાફળી અને મઠિયા બનાવીનો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.આપણા બા-દાદા અને વડીલોના જમાનામાં તો આપણી દાદીએ આ મઠિયા તો આમ ચપટી વગાડતા જ બનાવી દેતા. પરંતુ હવે બનાવવામાં ગડબડ થવાના બીકથી આપણે પ્રયત્નો જ નથી કરતા. ત્યારે આવો જાણીએ ચોળાફળી બનાવવાની રીત.ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી ચોળાફળી બનાવી શકાય છે. ચોળાફળી સોફ્ટ અને ક્રિસ્પી બને તે માટે તેનો લોટ સરસ બંધાય તે જરૂરી છે. Juliben Dave -
-
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
આ એક એવો નાસ્તો છે જે દરેક ના ઘરમાં બનતો જ હોય છે. પણ દિવાળી માંજ બનવા. પણ હવે તો બારેમાસ આ નાસ્તો બનાવાય છે. અમારા ઘરમાં બધાને જાડા મઠિયા બહુ જ ભાવે છે. Richa Shahpatel -
-
પાપડ પૂરી (ફાફડા) (Papad puri recipe in Gujarati)
#ફૂકબુક પાપડ પૂરી (ફાફડા) એ ગુજરાતની ખાસ કરીને કાઠિયાવાડની દિવાળી સ્પેશિયલ વાનગી છે. આમ તો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે પરંતુ સૂકા હવામાનમાં આ વાનગી વધુ સરસ બને છે. પાપડ પૂરી ને ફાફડા તરીકે પણ ઓળખવામાં આવે છે ચણાના લોટ અને અડદની દાળમાંથી બનતી આ વાનગીમાં પ્રોટીનનું પ્રમાણ સારું હોય છે તે ઉપરાંત તેને સીંગતેલમાં બનાવીએ તો તેમાંથી પણ પ્રોટીન સારું મળે છે. આ વાનગી પાપડ જેટલી પાતળી અને પૂરી જેવી ફરસી અને થોડી ફૂલેલી બનવાને કારણે તેને પાપડ પૂરી નામ આપવામાં આવ્યું છે. તો ચાલો આ કાઠિયાવાડનું પ્રસિદ્ધ ફરસાણ બનાવીએ. Asmita Rupani -
મઠિયા અને ચોળાફળી(Mathiya And Cholafali Recipe in Gujarati)
#કૂકબુક#Post1આ બન્ને વગર દિવાળીના તહેવાર ની ઉજવણી અધૂરી ગણાય. દિવાળી ના તહેવારમાં બનતા, ગુજરાતની આગવી ઓળખ કહેવાય તેવા નાસ્તા છે. ઘરઘરમાં ભાવતા ને ખવાતા નાસ્તા છે. આજકાલ તૈયાર લાવીને બધા તળતા હોય છે. જે વધારે તેલવાળા બને છે અને મોંઘા પણ હોય છે.તો દિવાળી માટે ખાસ હું લાવી છું ઘરે જ બજાર કરતા પણ વધારે પોચા-તાજા મઠિયા, ચોળાફળી બનાવવાની રીત..સાથે છે ડાયટ માં લઇ શકાય અને તો પણ એટલા જ ટેસ્ટી લાગે તેવા ચોળાફળી ખાખરા....અને ઠંડી ટેસ્ટી ફુદીનાવાળી ચોળાફળી ની ચટણી... Palak Sheth -
-
-
જાડા મઠિયા / થાપડા (Jada mathiya / thapda recipe in Gujarati)
થાપડા અથવા જાડા મઠિયા એક ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે દિવાળીના સમય દરમિયાન ખાસ બનાવવામાં આવે છે. થોડા ગળ્યા અને તીખા થાપડા ચા કે કૉફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મઠ ના લોટ નો ઉપયોગ કરી ને બનાવાતા હોવાથી મઠિયા તરીકે ઓળખાય છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
જાડા મઠિયા (Jada Mathiya Recipe In Gujarati)
જાડા મઠિયા એક એવો નાસ્તો છે જે મારા ઘરમાં ખાલી દિવાળીમાં નહીં પણ બારેમાસ બને છે.#કુકબુક#post 2 Amee Shaherawala -
જાડા મઠિયા (Mathiya Recipe In Gujarati)
ગુજરાતનો એક ફેમસ નાસ્તો જે દિવાળીમાં દરેક ઘરે બને છે# cookbook( કૂકબુક) Shital Shah -
મઠિયા (Mathiya Recipe In Gujarati)
#DTRમઠિયા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે અને દિવાળી તો મઠિયા વગર અધૂરી. આ મઠિયા મઠના લોટમાંથી તેલમાં તળીને બનાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં બધા ગુજરાતી લોકો પોતાના ઘરે મઠિયા બનાવે છે. આ ઉપરાંત પણ લોકો દરરોજ બેથી વધુ વખત પીવાતી ચા સાથેના નાસ્તા તરીકે લેવાતા સુકા ફરસાણ તરીકે પણ મઠિયાનો ઉપયોગ કરે છે.હવે સ્ત્રીઓ બહાર જોબ કરતી હોવાથી ઘર કામમાં વધુ સમય ફાળવી ન શકતી હોવાથી તથા નાના ઉદ્યોગો દ્વારા બીજી સ્ત્રીઓ જે પગભર થવા ઈચ્છે છે તેઓ મઠિયા તૈયાર કરી પેકેટ નાં વેચે છે.આમ, ready-to-fry મઠિયા માર્કેટ માં દશેરા પછી મળવા લાગે છે. તો આજે હું પણ આ મઠિયા તળી ને ડબા માં ભરી લઈશ અને homemade મઠિયા નો આનંદ લઈશું. Dr. Pushpa Dixit -
મઠિયા (Mathiya Recipe In Gujarati)
#MA મઠિયા ને ઠાપડા પણ કેવાય છે. આ સ્પેશિયલ દિવાળી બનાવમાં આવે છે પણ નાના છોકરાઓ ને નાસ્તા માં પણ આપી સકાય છે. નાના છોકરાઓ ને બનવાની પણ મજા આવે છે અને ખાવાની પણ તો ચાલો એની બનવાની રીત જોયે. Priti -
જાડા મઠિયા (Jada Mathiya Recipe In Gujarati)
#DFTમારે અત્યારે દરજીકામ ની સિઝન એટલે ઘરમાં જલ્દી બની જાય એવાં નાસ્તા બને તો.. ફટાફટ બની જાય એવાં જાડા મઠિયા.્ Sunita Vaghela -
મઠિયા (Mathiya Recipe In Gujarati)
#DFTપેલા ઘરે જ લોટ દળીને, કડક લોટ બાંધી પછી ખૂબ ટીપી મઠિયા બનાવતા. આજુ-બાજુની બહેનો પણ મઠિયા બનાવવા આવે.. બધા ભેગા થઈ બનાવતાં.. અમે બીજાના ઘરે બનાવવા જઈએ. આમ નક્કી કરી બધાનાં ઘરનો વારો આવે એમ મઠિયા બનતા. પાપડ, વડી, ચકરી, વેફર વગેરે આમ જ બનાવતાં.. ખૂબ જ મજા પડે અને વાતો ના વડા કરતાં-કરતાં ઘડીકમાં બની પણ જાય. હવેનાં જમાનામાં એ શક્ય નથી. વિભક્ત કુટુંબ અને બંને નોકરી કરે તો આ બધુ શક્ય ન બને. ગૃહ ઉદ્યોગ કરતી બેનો એ આપણું આ કામ સરળ કરી આપ્યું છે. તૈયાર વણેલા મઠિયા લાવી ફક્ત તળીને ડબો ભરી લેવાનો અને મઠિયાનો આનંદ લેવાનો. અને હા, જરુરિયાત વાળી બહેનોને રોજી પણ મળે. Dr. Pushpa Dixit -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમાના હાથની રસોઈ એટલે સૌથી બેસ્ટ હોય છે કારણ કે તેમાં માનો છલોછલ પ્રેમ ભરેલો હોય છે કહેવત છે કે માના વિના સુનો સંસાર આ જાડા મઠીયા ની રેસીપી મારી મમ્મી પાસેથી શીખી છું ને મઠીયા માં તેના જેવો સ્વાદ આવે તેવી હું કોશિશ કરું છું Jayshree Doshi -
મઠીયા (Mathiya recipe in Gujarati)
#DIWALI2021#cookpadgujarati#cookpadindia મઠીયા એક ગુજરાતી ફરસાણ ની વાનગી છે. ગુજરાતમાં સમાન્ય રીતે આ ફરસાણ દિવાળીના દિવસોમાં બનાવવામાં આવે છે. આ ફરસાણ ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે અને તેને ખાવાની ખૂબ મજા આવે છે. મઠ અને અડદની દાળના લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. મઠીયા નો સ્વાદ તીખો અને ગળ્યો હોય છે. મઠીયામાં તીખાસ લાવવા માટે લવિંગીયા મરચા નો ઉપયોગ કરવામાં આવે છે. અમારા ઘરમાં તો દિવાળીના તહેવારમાં મઠીયા ખાસ બનાવવામાં આવે છે. Asmita Rupani -
-
મઠિયાં સેવ જૈન (Mathiya Sev Jain Recipe In Gujarati)
#DTR#DIWALI#FESTIVAL#SEV#MATHIYA#GUJRAT#COOKPADGUJRATI#COOKPADINDIA દિવાળીની વાત આવે એટલે તેની સાથે મઠીયા ની વાત તો આવી જ જાય. ઘરે મઠીયા નો લોટ બાંધવો તેને ટુપો તેને વણવા અને તળવા એક ઘણી મોટી અને મહેનત ની પ્રક્રિયા છે. પરંતુ આ જ પ્રક્રિયાને થોડી સહેલી કરીને તે જ સ્વાદ માણવો હોય તો આ રીતે મઠીયા સેવ બનાવી શકાય છે. આ મારો એક પોતાનો ઇનોવેટિવ આઇડિયા છે મને થયું કે લાવ આમાંથી સેવ બનાવી જોઈએ તો કેવી લાગે છે અને મેં ટ્રાય કરી જોયો તો આ સેવ ઘરમાં બધાને ખૂબ પસંદ આવી. Shweta Shah -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DFTદિવાળી માં અવનવા નાસ્તા બને છે પણ મઠિયા ના હોય તો દિવાળી જ ના લાગે.. Daxita Shah -
જાડા મઠિયા(Mathiya recipe in Gujarati)
(ગુજરાતી નો મનપસંદ નાસ્તો)દરેક ગુજરાતી ના ઘરનો પ્રિય નાસ્તો છે. તથા હેલ્થી પણ એટલો જ છે. મઠ લોટ બીજી ગુજરાતી વાનગી માં બહુ નથી વપરાતો તેથી આ રીતે તેને ખાઈ પણ લેવાય છે. અને ચા ,દૂધ કે એમનેમ બધી રીતે ખાવાની મજા આવે એવો સૌનો મનગમતો એક અને માત્ર એક નાસ્તો છે .#ss Maitry shah -
-
More Recipes
ટિપ્પણીઓ (2)