ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)

Tanvi Chavda
Tanvi Chavda @Tanvichavda_24

#JR

શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ મોટા લીલા મરચા
  2. 1 કપભાવનગરી ગાંઠીયા
  3. 1 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી ગરમ મસાલા પાઉડર
  6. 1/2 ચમચી ખાંડ
  7. 1/2 ચમચી લીંબુનો રસ
  8. 1 ચમચીરાઈ જીરુ અને મેથી
  9. 1/2 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચા લઈ ધોઈ સાફ કરી કોરા કરી લેવા

  2. 2

    ગાંઠીયા નો ભૂકો કરી નાખવો

  3. 3

    ગાંઠિયાના ભૂકામાં મીઠું લીંબુ ખાંડ ગરમ મસાલો ઉમેરો

  4. 4

    બધુ બરાબર મિક્સ કરવું

  5. 5

    હવે મરચા લઈ તેમાં વચ્ચેથી ચીરો મૂકવો પછી તેમાં તૈયાર કરેલા ગાંઠિયા નો મસાલો ભરી લેવો

  6. 6

    હવે તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું મેથી અને હિંગનો વઘાર કરવો

  7. 7

    હવે તેમાં મરચાં નાખી થોડી વાર સાંતળી લેવું

  8. 8

    થોડીવાર સાંતળી પછી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanvi Chavda
Tanvi Chavda @Tanvichavda_24
પર

ટિપ્પણીઓ

Similar Recipes