ભરેલા મરચા ની કઢી (Bharela Marcha Kadhi Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લોકો માટે
  1. 5-6લાંબા મરચા
  2. ભરવા માટે મસાલો
  3. 4 ચમચીગાંઠિયા નો ભૂકો
  4. 1 ચમચીશેકેલા શીંગદાણા નો ભૂકો
  5. 1/2 ચમચી ધાણાજીરૂ
  6. ચપટીક હળદર
  7. 1/2 લીંબુ
  8. 1/2 ચમચી ખાંડ
  9. 2 ચમચીતેલ
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. કઢી બનાવવા માટે
  13. 1વાટકો ખાટી છાશ
  14. ૨ ચમચીચણાનો લોટ
  15. 1/2 ચમચી રાઈ
  16. 2 ચમચીઘી
  17. 1/2 ચમચી જીરૂ
  18. દસથી બાર લીમડાના પાન
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. 1 ચમચીખાંડ
  21. જરૂર મુજબ પાણી
  22. ગાર્નિશીંગ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ મરચામાં એક ચીરી પાડીને તેના બીજ નિકાળી દો

  2. 2

    પછી ભરવાના મસાલો બધું ભેગું કરી તેમાં એક ચમચી તેલ નાખીને તે મસાલો મરચામાં ભરો.

  3. 3

    મરચા ભરાઈ ગયા બાદ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકીને તે મરચાને શેકી લો.

  4. 4

    પછી તે જ કડાઈમાં બે ચમચી તેલ મૂકી રાઈ જીરુ સતડાઈ જાય એટલે લીમડા નો વઘાર કરો

  5. 5

    પછી છાશમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરી તે મિશ્રણ વઘારમાં નાખી દો.

  6. 6

    પછી તેમાં હળદર મીઠું થોડી સાકર નાખી ઉકળવા દો.

  7. 7

    થીક થાય એટલે તેમાં ભરેલા મરચા નાખી દો ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

Similar Recipes