સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#CF

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ઢોકળા માટે નું ખીરું ***
  2. 2 કપજાડા ચોખા
  3. 2 સ્પૂન અડદ ની દાળ
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. 1/2 સ્પૂન સોડા
  6. ગ્રીન લેયર બનાવવા માટે****
  7. 1 કપ ફુદીના ના પાન
  8. 1 કપ કોથમીર
  9. 1 ટુકડો આદુ
  10. 1 /2 કપ સમારેલા લીલાં મરચાં
  11. સ્વાદ પ્રમાણે સંચળ પાઉડર
  12. સ્વાદ મુજબ લીંબુ
  13. વઘાર કરવા માટે*****
  14. 3 સ્પૂન તેલ
  15. 1/2 સ્પૂન રાઈ
  16. 1/2 સ્પૂન જીરું
  17. 1/4 સ્પૂન હિંગ
  18. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સવારે ચોખા અને અડદની દાળને પાણીમાં પલાળી દો. બપોરે ચોખા અને અડદને મિક્સર જારમાં ક્રશ કરી લો. આ પેસ્ટને થોડી કરકરી રાખવી. ઢોકળા બનાવવા હોય ત્યારે આ ચોખા-અડદની પેસ્ટમાં સ્વાદાનુસાર મીઠું અને ચપટી ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી લો.

  2. 2
  3. 3

    સેન્ડવીચ ઢોકળાની વચ્ચેનું લેયર બનાવવા માટે એક મિક્સર જારમાં ફૂદીનો, કોથમીર, આદુના ટુકડાં, લીલા મરચાં ક્રશ કરી લો. હવે તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. આ ગ્રીન પેસ્ટ ઘટ્ટ રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું.

  4. 4

    ઢોકળા બનાવવા માટે ઢોકળીયા ને ગરમ કરવા મૂકોહવે ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાવી ચોખા-અડદનું મિશ્રણ પાથરી તેને બાફવા મુકી દો. ઢોકળા બફાઈ જાય એટલે તેને બહાર કાઢી લો. હવે ઢોકળાના લેયર પર ગ્રીન પેસ્ટ લગાવી લો. હવે તેના પર ફરી ચોખા-અડદના મિશ્રણનું લેયર પાથરી દો. ત્યારબાદ આ ઢોકળાને બાફવા મુકી દો. ઢોકળા ચડી જાય એટલે ગેસ બંધ કરી તેને પ્લેટમાંથી તેના નાના-નાના ટુકડાં કરી લો.

  5. 5

    એક પેનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં મીઠા લીમડાનાં પાન, લીલા મરચાં અને તલનો વધાર કરો. વધાર ફુટી જાય એટલે તેમાં ઢોકળા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે, સેન્ડવીચ ઢોકળા. આ સેન્ડવીચ ઢોકળાને ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes