કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani

કચ્છ ની મશહૂર વાનગી જે હવે ઘરે ઘરની પસંદ થઈ ગયેલ છે.

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

કચ્છ ની મશહૂર વાનગી જે હવે ઘરે ઘરની પસંદ થઈ ગયેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૪ વ્યક્તિ માટે
  1. 3/4 કિલોબટાકા
  2. 12 નંગમોટા પાવ
  3. 250 ગ્રામમસાલા શીંગ
  4. 2 નંગ દાડમ
  5. ૨૦૦ ગ્રામઝીણી સેવ
  6. ૧ પેકેટ દાબેલીનો મસાલો
  7. લસણની ચટણી
  8. લીલી ચટણી
  9. ખજૂરની ચટણી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ બટેટાને કુકરમા એકદમ બાફી લેવા ઠંડા થઈ જાય એટલે તેનો છૂંદો કરી તેમાં થોડું મીઠું તથા લાલ મરચું પાઉડર અને દાબેલીનો મસાલો એક પેકેટ ઉમેરવો તથા થોડી લીલી ચટણી લસણની ચટણી અને ખજૂરની ચટણી નાખી બધું બરાબર મિક્સ કરવું પછી થોડી ખાંડ તથા એક લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લેવું

  2. 2

    પાઉં ને વચ્ચેથી કટ કરી બે ભાગ કરવા એક ભાગ ઉપર પહેલા લીલી ચટણી પછી લસણની ચટણી અને ખજૂરની ચટણી લગાડવી અને અને તેના પર બટેટાનું તૈયાર.કરેલ પુરણ પાથરવું તેના પર થોડા મસાલા બી અને થોડી જીણી સેવ નાખવી અને બીજા ભાગ માં લીલી ચટણી લગાવી પુરણ ઉપર મૂકીને સહેજ દબાવવુ

  3. 3

    હવે એક નોન સ્ટિક પેન લઈ ગેસ પર મૂકવું ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલ દાબેલી ને તેના પર ધીમા તાપે ચારે બાજુથી ઘી મૂકીને શેકવી થોડી ક્રિસ્પી થાય એટલે ડીશ માં કાઢી લેવી તથા તેના પર થોડી ઝીણી સેવ થોડા દાડમના દાણા તથા થોડી મસાલા શીંગ નાખી ને લીલી ચટણી તથા ખજૂરની ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Veena Gokani
Veena Gokani @veenagokani
પર

Similar Recipes