કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 કપબાફીને મેશ કરેલા બટાકા
  2. 1/2 ચમચીજીરૂ
  3. ચપટીહિંગ
  4. 2 ચમચીદાબેલીનો મસાલો
  5. બટર દાબેલી શેકવા માટે
  6. 2 ચમચીતેલ વઘાર કરવા
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1પેકેટ દાબેલી ના પાવ
  9. સર્વ કરવા માટે
  10. 1ડુંગળી સમારેલી
  11. 1/2 કપમસાલા શીંગ
  12. 1/2 કપકોથમીર
  13. ૧ કપઝીણી સેવ
  14. 1/2 કપદાડમના દાણા
  15. 1 કપખજૂર આમલીની ચટણી
  16. 1/2 કપલસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગનો વઘાર કરો. પછી તૈયાર દાબેલીનો મસાલો અને મેશ કરી ને બાફેલા બટાકા નાખી મિક્સ કરો. પછી ગેસ બંધ કરીને સ્ટફિંગ માં બે ચમચી ગળી ચટણી નાખીને બરાબર મિક્સ કરી હલાવો.

  2. 2

    હવે સ્ટફિંગ ને થાળીમાં પાથરી તેના પર મસાલા શીંગ, દાડમના દાણા,કોથમીર અને ઝીણી સેવ ભભરાવો.

  3. 3

    હવે દાબેલી નું પાઉ લઈ તેમાં કાપો કરી બંને ભાગને બટર લગાવી તવા પર શેકી લો. પછી પાવ માં નીચેના ભાગમાં ઉપર લસણની ચટણી લગાડો. ને તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી ફેલાવી દો. પાવના બીજા ભાગ પર ગળી ચટણી લગાડી, સ્ટફિંગ વાળા વડાપાઉ પર મૂકો.તેને દબાવી દો. તેને ફરીથી તવા પર ગરમ કરી ઝીણી સેવ,મસાલા શીંગ લગાવી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes