મકાઈ નો હાંડવો (Makai Handvo Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

મકાઈ ફાઈબર થી ભરપૂર હોય છે નાના મોટા સૌને ભાવતી આ ગુજરાતી વાનગી છે.

મકાઈ નો હાંડવો (Makai Handvo Recipe In Gujarati)

મકાઈ ફાઈબર થી ભરપૂર હોય છે નાના મોટા સૌને ભાવતી આ ગુજરાતી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 2 નંગ મકાઈ
  2. 2 કપ કણક કોરા નો લોટ
  3. દહીં અને છાશ
  4. 1 ચમચી અજમો
  5. 1 ચમચો તલ
  6. 10 નંગ લીલા મરચા ની પેસ્ટ (મરચા પોતાની ઈચ્છા મુજબ લેવા)
  7. 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  8. 2 ચમચી લીલી હળદર ની પેસ્ટ
  9. 2 ચમચી ધાણાજીરૂ પાઉડર
  10. મીઠું ટેસ્ટ મુજબ
  11. 1/2 ચમચી હળદર (ઓપ્શનલ) કલર જોઈએ તો
  12. ગોળ પોતાના ટેસ્ટ મુજબ
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કણકી કોરામાનો લોટ છાશ મા 6 થી 7 કલાક ગોટા બને તેવુ ખીરુ કરી રાખવુ

  2. 2

    જ્યારે હાંડવો બનાવવો હોય ત્યારે ખીરામા ઉપર જણાવેલા મસાલા,મીઠું, અજમો, ગોળ અને પેસ્ટ ઉમેરી એક તરફ બરાબર હલાવવુ. ત્યારબાદ મકાઈ છીણી ને ખીરામા ઉમેરી ફરી બરાબર મિક્સ કરી હાંડવા ના કૂકર મા તેલ લગાવી ખીરુ પાથરી દેવુ. ઊપર તલ ભભરાવવા હોય તો ભભરાવી દેવા.કૂકર સાથે આવેલ સ્ટેન્ડ મા રેતી ભરી ગેસ પર ગરમ થવા મૂકો તેના ઉપર કૂકર ગોઠવી ધીમા ગેસ પર 15 થી 20 મિનિટ થવા દેવુ.

  3. 3

    હાંડવા મા ચપ્પુ કે તાવેથી ખોસી ને થઈ ગયો છે કે નહી જોઈ લેવુ. પછી એક વઘારિયા મા તેલ ગરમ કરી મીઠા લીમડા ના પાન 1/2 ચમચી રાઈ અને અજમો વઘાર મા નાખી હાંડવા પર રેડી દેવુ.

  4. 4

    ગરમ ગરમ હાંડવો પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર

ટિપ્પણીઓ

Similar Recipes