મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)

Priyal Desai
Priyal Desai @cook_29215486

આ રેસિપી એ મકાઈ થી બને છે. દાણો એ દેશી સફેદ મકાઈ થી બને છે. સફેદ મકાઈ અમારા ગામમાં મળે છે પણ અમે બહાર રહીએ છે,એટલે અમેરિકન મકાઈ થી બનાવેલો છે તો એ પણ બહુ મસ્ત બને છે.👍
દાણો

મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)

આ રેસિપી એ મકાઈ થી બને છે. દાણો એ દેશી સફેદ મકાઈ થી બને છે. સફેદ મકાઈ અમારા ગામમાં મળે છે પણ અમે બહાર રહીએ છે,એટલે અમેરિકન મકાઈ થી બનાવેલો છે તો એ પણ બહુ મસ્ત બને છે.👍
દાણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 2 કિલો- અમેરિકન મકાઈ
  2. 750 ગ્રામ- દૂધ
  3. 200 ગ્રામ- ઘી
  4. 100/ 150 ગ્રામ - તેલ
  5. 5 ચમચી- ખાંડ
  6. 3 ચમચી- ધાણાજીરું
  7. 1/2 ચમચી- હળદર
  8. સ્વાદનુસાર - મીઠુ
  9. 1/2 ચમચી - હિંગ
  10. 8-10- લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને સાફ કરીને છીણી મા ખીરવાના,

  2. 2

    ત્યારબાદ તાવડી મા તેલ મૂકીને ગરમ થાય પછી હિંગ નાખવી, પછી ખીરું નાખી દેવું,

  3. 3

    ખીરા ને બરાબર હલાવી ને તેલ નીકળે ત્યાં સુધી હલાવું,

  4. 4

    પછી દૂધ નાખી ને હલાવાનું,

  5. 5

    પછી હળદર, મીઠુ, ધાણાજીરું, ખાંડ બધું નાખી દેવું,

  6. 6

    ખીરા ને જાડુ થવા દેવું, પછી ઘી નાખવું,

  7. 7

    ઘી ઝૂટે ત્યાં સુધી હલાવું એટલે દાણો તૈયાર એની સાથે પૂરી અને ગુલાબ જાંબુ નું મેનુ છે.

  8. 8

    (લીલા મરચા કટર મા પીસી ને વાઘરીયા મા ઘી મૂકી ને મરચા નાખી ને સાંતળી દેવા અને દાણા ની ઉપર નાખી ને હલાવી દેવો.) જે લીલું મરચું ખાય એ દાણા મા નાખી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyal Desai
Priyal Desai @cook_29215486
પર
મને રસોઈ કરવાનો n બીજાને જમાડવાનો બહુ શોખ છે.
વધુ વાંચો

Similar Recipes