કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#MS
#મકર સંક્રાંતિ
#પરંપરાગત

મકરસંક્રાંતિ એટલે દાન માટે નો ઉત્તમ દિવસ આ દિવસે આપણે અલગ અલગ પ્રકારના દાન આપીએ છીએ.તેમાં પણ કાળા તલનું દાન અતિ ઉતમ ગણાય છે.વડી કાળા તલ હેલ્થ માટે ખૂબજ ગુણકારી મનાય છે.મકરસંક્રાંતિ, ધમૅ,હેલ્થ અને શિયાળો આ ચારેય વસ્તુને આપણા વડીલોએ તથા શાસ્ત્રો એ એક સાથે એવી સરસ રીતે વણી લીધી છે કે તમે તેને જુદા ન કરી શકો.તલ એ શરીર સૌષ્ઠવ માટે અતિ ઉત્તમ છે.તલને ચાવો તેમ અંદરથી તેલ નીકળે.જે શરીરને તેજસ્વીતા અને ઓઈલીગ આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકાળા તલ
  2. 200 ગ્રામગોળ (રસમલાઈ)
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાળા તલને સાફ કરી મિક્ષરમાં એકદમ બારીક ક્રશ કરીલો.ગેસ પર કડાઈમાં ગોળ અને ઘી ગરમ કરો.ગરમ થતાં બબલ્સ આવવા લાગે પછી તેમાં તલ ઉમેરો.

  2. 2

    સારી રીતે મીકસ કરીલો.(તલ ક્રશ કરેલ હોવાથી બાઈન્ડીગ સારૂ આવે છે છુટુ પડતુ નથી.)મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલ થાળીમાં પાથરી દો.થોડું ઠંડુ પડે પછી કટર/ચપ્પાથી સ્કવેર શેઈપમા કટ કરી લો.

  3. 3

    સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

  4. 4

    ટીપ્સ:-કાળાતલની ચીક્કી બનાવતી વખતે થોડા તલ ક્રશ કરી લેવાથી ચીક્કીમાં બાઈન્ડીગ સારૂ આવે છે.અને ચીક્કી સોફ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes