ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)

Mayuri prajapati
Mayuri prajapati @Mayuri_2505

#JC

ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે લોકો
  1. 1 બાઉલ જીણી સમારેલી કોબીજ
  2. 1ઝીણું સમારેલું કેપ્સીકમ
  3. 2 નંગઝીણી સમારેલી ડુંગળી
  4. 1મોટું છીણેલું ગાજર
  5. 2 ટીસ્પૂનચીલી સોસ
  6. ૨ ટી.સ્પૂનસોયા સોસ
  7. ૨૦૦ ગ્રામ મેંદો
  8. 100 ગ્રામ કોર્ન ફ્લોર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ટીસ્પૂનઆદુ-લસણ મરચાની પેસ્ટ
  11. 250 ગ્રામ તેલ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજીને એક બાઉલમાં લઈ લો ત્યારબાદ તેમાં 1 ટી સ્પૂન આદુ-લસણ મરચાની પેસ્ટ, 1 ટી સ્પૂન સોયા સોસ, ૧ ટી.સ્પૂન ચીલી સોસ, સ્વાદ અનુસાર મીઠું અને 100 ગ્રામ જેટલો મેંદો નાખો પછી તેમાં 50 ગ્રામ જેટલો કોર્ન ફ્લોર ઉમેરો

  2. 2

    આ બધું મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો પછી કડાઈમાં તેલ લો તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં આપણે તૈયાર કરેલ આ મિશ્રણના નાના બોલ વાળી મીડીયમ ગેસ પર તળી લો

  3. 3

    મન્ચુરિયન બોલ તળાઈ જાય એટલે આપણે ફરી 1 કડાઈમાં ૨ ટી.સ્પૂન તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન આદુ-લસણ મરચાની પેસ્ટ અને બધા જીણા સમારેલા શાકભાજી દોઢ ચમચી ઉમેરો તેને બરાબર સાંતળી લો પછી તેમાં એક ચમચી ચીલી સોસ અને ચમચી સોયા સોસ ઉમેરો પછી તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરો પછી આપણે એક નાની વાટકીમાં ૩ ચમચી પાણી લઈ તેમાં ૨ ટી.સ્પૂન કોર્ન ફ્લોર ઉમેરો અને પેસ્ટ બનાવી દો અને પાણી ઉકળે ત્યારે તેમાં આ પેસ્ટ ઉમેરી દો થોડીવારમાં તે ઘટ્ટ થવા લાગશે પછી તેમાં મંચુરિયન બોલ્સ ઉમેરી દો અને પાંચ મિનિટ સુધી થવા દો

  4. 4

    થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri prajapati
Mayuri prajapati @Mayuri_2505
પર

Similar Recipes