ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ગુજરાત માં આ પ્રમાણે કઢી બનાવે છે..
આ કઢી ને ભાત, ખીચડી,રોટલા કે ભાખરી પરોઠા સાથે ખાઈ શકાય છે .સ્વાદ માં બહુ જ યમ્મી હોય છે
હું મારા ઘરે આવી જ કઢી બનાવું છું..

ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)

ગુજરાત માં આ પ્રમાણે કઢી બનાવે છે..
આ કઢી ને ભાત, ખીચડી,રોટલા કે ભાખરી પરોઠા સાથે ખાઈ શકાય છે .સ્વાદ માં બહુ જ યમ્મી હોય છે
હું મારા ઘરે આવી જ કઢી બનાવું છું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ ખાટું દહીં
  2. ૨ ટેબલસ્પૂનચણા નો લોટ
  3. ૧ ટેબલસ્પૂનઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  4. ૧ ટેબલસ્પૂનગોળ
  5. ૨ કપપાણી
  6. મસાલા માં
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. વઘાર માટે
  12. ૧ ચમચીઘી
  13. ૧ ચમચીતેલ
  14. ૧ ચમચીરાઈ,મેથીદાણા અને જીરું મિક્સ
  15. ૩ નંગલવિંગ
  16. ૧ નંગતજ
  17. ૧ નંગતેજપત્તા
  18. ૧ નંગસૂકું લાલ મરચું
  19. ૧/૨ ચમચીહીંગ હળદર
  20. ૬-૭ નંગ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં દહીં અને ચણા ના લોટ ને સારી રીતે ગાંઠા ન પડે એમ મિક્સ કરો.

  2. 2

    તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ,હળદર,મીઠું અને ગોળ નાખી ૫-૭ મિનિટ માટે ઢાંકી રાખો (જેથી ગોળ ઓગળી જાય અને આદુ મરચાં લસણ નો સ્વાદ સરસ બેસી જાય)

  3. 3

    હવે વઘારિયા માં ઘી,તેલ લઇ વઘાર ની બધી સામગ્રી એડ કરો વઘાર તતડાવી કઢી માં મિક્સ કરો સાથે ધાણા અને મીઠું,મરચું,ધાણાજીરૂ પણ નાખી દો,,ધીમાં તાપે સતત હલાવતા રહો ૪-૫ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો..
    તમારે જોઈતી consistency પ્રમાણે જાડી કે પાતળી રાખી શકો.

  4. 4
  5. 5
  6. 6

    ખાટી મીઠી યમ્મી કઢી તૈયાર છે બાઉલ માં કાઢી ઉપર થી ધાણા થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes