ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#goldenapron3
Week 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મંચુરિયન બોલ માટે એક બાઉલમાં કોબી,ગાજર,કેપ્સીકમ,આદુ મિક્સ કરી એમાં મીઠું નાખી ૧૦ મિનિટ માટે સાઇડ પર મૂકી દો.(મંચુરિયન માટે કોબી અને બધા શાકભાજી માંથી પાણી કાઢવું ખૂબ અગત્યનું છે નહિ તો તમારા મંચુરિયન બોલ બરાબર ગોળ બનશે નહિ)
- 2
હવે ૧૦ મિનિટ પછી મંચુરિયન બોલ માટેના સબ્જી માંથી પાણી નીચોવીને કાઢી લેવું(પાણી ને ફેકી દેવું નહિ). એમાં ધીમે ધીમે કોર્ન ફ્લોર અને મેંદો નાખી,એમાં આદુ માર્ચ ની પેસ્ટ મરી અને મીઠું નાખી મિક્સ કરી નાના નાના બોલ વાડી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.
- 3
હવે એક પેન માં તેલ મૂકી એમાં.લસણ નાખી કાંદા,કેપ્સીકમ,કોબી નાખી ફૂલ ફલેમ્ પર ૫ મિનિટ માટે સાંતળો.
- 4
હવે એમાં રેડ ચીલી સોસ,સોયા સોસ,વિનેગર,કેચઅપ અને લીલા કાંદા નાખી બરાબર મિક્સ કરી એમાં તૈયાર કરેલા મંચુરિયન ના બોલ્સ નાખી મિક્સ કરી લો.
- 5
હવે એમાં ઉપર લીલા કાંદા નાખી કોબી અને કાંદા ના સલાડ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (7)