કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#WDC
કચ્છી દાબેલી એ કચ્છની પ્રખ્યાત વાનગી છે જે પાવ ની અંદર મસાલો ભરીને બનાવવામાં આવે છે તેના ચટપટો સ્વાદ સાથે તે ખૂબ જ સરસ લાગે છે

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

#WDC
કચ્છી દાબેલી એ કચ્છની પ્રખ્યાત વાનગી છે જે પાવ ની અંદર મસાલો ભરીને બનાવવામાં આવે છે તેના ચટપટો સ્વાદ સાથે તે ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 લોકો
  1. પાવ
  2. 500 ગ્રામબટાકા
  3. 2 ચમચીતેલ
  4. ચપટી રાઇ
  5. 1/4 ચમચીજીરુ
  6. સહેજ હીંગ
  7. 4-5 ચમચીઆંબલી ની મીઠી ચટણી
  8. 1 ચમચીગરમ મસાલો
  9. મીઠું જરૂરીયાત મુજબ
  10. મસાલા શીંગ જરૂરીયાત મુજબ
  11. દાડમ ના દાણા જરૂરીયાત મુજબ
  12. ઝીણી ડુંગળી જરૂરીયાત મુજબ
  13. ઝીણી સેવ જરૂરીયાત મુજબ
  14. બટર (દાબેલી શેકવા માટે)

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી લો અને છાલ કાઢીને એને સ્મેશ કરી લો

  2. 2

    આંબલી ની મીઠી ચટણી અને કોથમીરની ગ્રીન ચટણી પણ બનાવી લેવી

  3. 3

    એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં રાઈના દાણા,જીરું અને હિંગ રાખો સ્મેશ કરેલા બટાકા ઉમેરો તેમાં ગરમ મસાલો સહેજ આમલીની ચટણી,મીઠું અને મરી પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો અને બે મિનીટ સાંતળવા દદો અને ગેસ ની ફ્લેમ બંધ કરી દો

  4. 4

    સીંગના મસાલાવાળા દાણા, ઝીણી સેવ,ઝીણી સમારેલી ડુંગળી અને દાડમના દાણા પણ અલગથી લઈ લેવા

  5. 5

    પાવને વચ્ચેથી કટ કરી લો,પાવની બંને સાઈડ પર લીલી ચટણી અને આમલીની ચટણી લગાવો પછી તેના પર બટાકાનો માવો લગાવો તેના પર ઝીણી ડુંગળી,દાડમના દાણા અને મસાલાવાળી શીંગ પાથરો તેના પર ઝીણી સેવ પાથરો

  6. 6

    આ દાબેલી ને બંને સાઈડથી ધીમા તાપે કડક થાય ત્યાં સુધી પેન માં કે તવીમાં બે બટર લગાવી શેકી લો

  7. 7

    તેને આંબલી ની મીઠી ચટણી સાથે કે સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

Similar Recipes