દાબેલી (Dabeli recipe in Gujarati)

દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે.
દાબેલી (Dabeli recipe in Gujarati)
દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને બાફી લો. હવે બટેટાને છોલી તેનો માવો તૈયાર કરો.
- 2
એક પેનમાં 2 ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં બટેટા માવો એડ કરો.દાબેલી મસાલો એડ કરી બરાબર મિક્સ કરી લો.(ગેસની ફ્લેમ સ્લો રાખવાની). મસાલા ને એક ડીશમાં લઈ લો અને ઠંડુ થવા દો. ઉપરથી ડુંગળી,સેવ,દાડમના દાણા,મસાલા સીંગ અને લીલા ધાણા થી ગાર્નીશ કરો. દાબેલી મસાલો તૈયાર છે.
- 3
હવે પાવ ને વચ્ચેથી કટ કરી લસણની ચટણી લગાવો.એક ચમચી દાબેલી મસાલો ભરી તેલ અથવા બટર માં બંને સાઇડ શેકી લો. સાઈડમાં સેવ થી ગાર્નીશ કરો.
- 4
તૈયાર છે દાબેલી.. તેને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જદાબેલી નામ સાંભળીને તો મોંમા પાણી જ આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. Street food ની પણ બહુ જ પ્રચલિત વાનગી છે. Dr. Pushpa Dixit -
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુદાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે. Jigna Vaghela -
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#WDC કચ્છી દાબેલી એ કચ્છની પ્રખ્યાત વાનગી છે જે પાવ ની અંદર મસાલો ભરીને બનાવવામાં આવે છે તેના ચટપટો સ્વાદ સાથે તે ખૂબ જ સરસ લાગે છે sonal hitesh panchal -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 જેમ કહેવાય છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા તેમ અમારી કચ્છી દાબેલી નહીં ખાઈ તો કુછ નહીં ખાયા. દાબેલી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.દાબેલીને કચ્છી દાબેલી, કચ્છી ડબલરોટી પણ કહે છે. જેમ મુંબઈગરા વડાપાંઉ ખાય, વિદેશી બર્ગર ખાય તેમ કચ્છીઓ દાબેલી ખાય. કેટલીક વાનગીઓ માટે એ પ્રદેશમાં જ જવું પડે. કચ્છી દાબેલી આમ તો હવે જ્યાં-જ્યાં ગુજરાતી વસે છે ત્યાં મળે છે, પણ કચ્છમાં જઈને દાબેલી ખાઓ તો લાગે કે આ દાબેલીનો સ્વાદ કંઈક જુદો જ છે. કચ્છમાં માંડવી ભુજ અંજાર ગાંધીધામ મા માંડવી તેમજ બિન હરીફ ની દાબેલી ખુબ જ વખણાય છે તેમજ અંજારમાં ભીખા ભાઈ ની દાબેલી ખુબ જ વખણાય છે દાબેલી લેવા જઈએ એટલે ઘણી ભીડ હોવાથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. મેં કચ્છી દાબેલી બનાવી છે તે ખૂબ જ ટેસ્ટી બની છે.બજારમાં મળે તેવોજ કચ્છી સ્વાદ.તમે પણ ચોક્કસ ટ્રાય કરજો જરૂર પસંદ આવશે. Ankita Tank Parmar -
-
દાબેલી ઈડલી કટકા (Dabeli Idali katka recipe in Gujarati)
#ભાત સાઉથ ઇન્ડિયન અને કચ્છની ફેમસ દાબેલી ની ફ્લેવર નુ કોમ્બિનેશન કરીને ફ્યુઝન દાબેલી ઈડલી કટકા બનાવેલ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
-
કચ્છી દાબેલી(kutchi dabeli recipe in Gujarati)
કચ્છ ની ફેમસ વાનગી દાબેલીને ગુજરાતી લોકો બહુ જ પસંદ કરે છે.અને ચોમાસામાં ચટપટું બહું જ ટેસ્ટી લાગે છે.#સુપરશેફ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#ફર્સ્ટ૭# Indiaડાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશમાંથી ઉત્પન્ન થયેલ છે Bharti Dhiraj Dand -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
દાબેલી નું જૈન સ્ટફિંગ (Jain stuffing for Dabeli recipe in Gujarati)
#KRC#કચ્છ#કચ્છી#દાબેલી#કાચા_કેળાં#STUFFING#TEMPING#SPICY#COOKPADINDIA#COOKPADGUJRATI કચ્છનું એક પ્રખ્યાત વ્યંજન દાબેલી જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે તે દેશભરમાં પ્રખ્યાત છે જે સ્વાદમાં ખાટું મીઠું ચટાકેદાર હોય છે. Shweta Shah -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#આલુકચ્છ ની પ્રખ્યાત દાબેલી. જે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Rupal
More Recipes
ટિપ્પણીઓ (24)