દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India

#SD
સમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું...

દહીંવડા (Dahivada Recipe In Gujarati)

#SD
સમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1 કપઅડદની દાળ
  2. 2 કપવલોવીને મીઠું કરેલું ઘટ દહીં
  3. 1/2 કપખજૂરની મીઠી ચટણી
  4. 1/2 કપલિલી ચટણી
  5. 1 ટી સ્પૂનશેકેલું જીરું નો પાઉડર
  6. 1 ટી સ્પૂનલાલ મરચું
  7. મીઠું જરૂર મુજબ
  8. ડેકોરેશન માટે દાડમના દાણા, લીલી દ્રાક્ષ,કોથમીર
  9. વડા તળવા માટે તેલ
  10. 2 કપપાણી + 1 કપ છાશ વડા પલાળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદની દાળ ને સરખી ધોઈ ને 5 - 6 કલાક માટે પલાળી ને પીસી લેવી.

  2. 2

    આ પીસેલી દાળ માં જરૂર મુજબ મીઠું નાખી ખૂબ ફેંટવું. જેમ ફેંટશો એમ ખીરામાં હવા ભરાશે અને વડા સોફ્ટ બનશે.આ ખીરાના વડા ઉતારો.

  3. 3

    આ વડા ને 5 મિનિટ પછી છાશ - પાણી ના મિશ્રણમાં થોડું મીઠું ઉમેરી પલાળો જેથી વડા ફિક્કા ન લાગે. વડા માં ફૉર્ક વડે કાણા પાડી પલાળવા. પલાળેલા વડાને દબાવી ને પાણી નિતારી લો.

  4. 4

    આ વડા એક ડીશ મા ગોઠવો. તેની ઉપર ઠન્ડુ,મીઠું દહીં રેડો. તેની ઉપર બધી ચટણી, મીઠું, જીરું અને મરચું છાંટો.દાડમ દ્રાક્ષ અને કોથમીરથી સજાવો અને માણો ઠનડા દહીંવડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

Similar Recipes