દહીંવડા (Dahivada Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#વિકમીલ૩
#ફ્રાઈડ
આ રીત થી દહીંવડા બનાવશો તો સોડા કે ઈનો વગર પણ એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે. અને અહી મેં બે પ્રકાર ની દાળ લીધી છે તમે બંને માંથી ફક્ત ૧ જ દાળ કે તમારી ઈચ્છા થી દાળ નું માપ વધુ ઓછુ કરી ને પણ બનાવી શકો પણ વાટ્યા પછી જે ફેટવાની ટ્રીક છે એ ફોલો કરશો તો એકદમ સોફ્ટ બનશે.
અને મારા સાસુ ની ટીપ્સ દહીં માં ઘી સાથે મરચું નો વઘાર એનાથી દહીં નો ટેસ્ટ એકદમ સરસ આવશે.

દહીંવડા (Dahivada Recipe in Gujarati)

#વિકમીલ૩
#ફ્રાઈડ
આ રીત થી દહીંવડા બનાવશો તો સોડા કે ઈનો વગર પણ એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે. અને અહી મેં બે પ્રકાર ની દાળ લીધી છે તમે બંને માંથી ફક્ત ૧ જ દાળ કે તમારી ઈચ્છા થી દાળ નું માપ વધુ ઓછુ કરી ને પણ બનાવી શકો પણ વાટ્યા પછી જે ફેટવાની ટ્રીક છે એ ફોલો કરશો તો એકદમ સોફ્ટ બનશે.
અને મારા સાસુ ની ટીપ્સ દહીં માં ઘી સાથે મરચું નો વઘાર એનાથી દહીં નો ટેસ્ટ એકદમ સરસ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. વડા બનાવવા માટે:
  2. ૧ કપઅડદ ની દાળ
  3. ૧/૨ કપમગની દાળ
  4. મીઠું સ્વાદમુજબ
  5. ૨ ટે સ્પૂનકોથમીર
  6. ૧ ટે સ્પૂનલીલા મરચાં ઝીણા સમારેલાં
  7. તેલ તળવા માટે
  8. હૂંફાળું પાણી
  9. ૧/૪ ચમચીહીંગ
  10. દહીં બનાવવા માટે
  11. બાઉલ મોળું દહીં
  12. ૧ ચમચીઘી
  13. ૧/૪ ચમચીહીંગ
  14. ઝીણું સમારેલું લીલું મરચું
  15. ૧૦-૧૨ નંગ કઢી લીમડા ના પત્તાં
  16. ૧ ચમચીશેકેલું જીરૂ
  17. મીઠું સ્વાદમૂજબ
  18. ૬-૮ ચમચી ખાંડ
  19. દહીંવડા ના મસાલા માટે
  20. ૧ ટે સ્પૂનજીરૂ
  21. ૧ ટે સ્પૂનઅજમો
  22. ૧ ચમચીલાલ મરચું
  23. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  24. લીલી તીખી ચટણી સર્વ કરવા માટે
  25. ખજૂર આંબલી ની મીઠી ચટણી સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બંને દાળ ને ધોઈ ને ૪-૫ કલાક માટે પલાળવી. ત્યાર બાદ બરાબર ધોઈ પાણી વગર અથવા ૧-૨ ચમચી પાણી સાથે મિક્ષર માં પીસી લેવી આ રીતે ખીરૂ રાખવું

  2. 2

    હવે બંને દાળ પિસાય ગયા બાદ ૫-૧૦ મિનિટ માટે એક જ દિશા માં હાથ વડે ખીરા ને ફેટી લેવું

  3. 3

    પછી આ રીતે એક વાટકી માં પાણી માં નાખી ચેક કરવું પાણી ઉપર તરવાં માંડે તો ખીરૂ પરફેક્ટ થઈ ગયું કહેવાય નહીંતર ફરી ફેટવું

  4. 4

    હવે મીઠું કોથમીર મરચાં નાખી મિક્ષ કરી લેવું કડાઈ માં તેલ ગરમ કરી મિડીયમ તાપે તળી લેવાં

  5. 5

    હવે એક બાઉલ માં હૂંફાળું પાણી લઈ એમાં મીઠું અને હીંગ નાખી વડા એમા ડુબાડી દેવાં ૧૫-૨૦ મિનિટ માટે ડુબાડવા અથવા જ્યાં સુધી સોફ્ટ ન થાય અને ફૂલી ન જાય ત્યાં સુધી

  6. 6

    હવે એક બાઉલ માં દહીં લેવું વલોવી ને સ્મુથ કરી લેવું હવે એક વઘારીયા માં ઘી લઈ એમાત્ર હીંગ લીલા મરચા અને કઢી પત્તા નાખી વઘાર દહીં માં નાખી દેવું હવે દહીં માં મીઠું શેકેલું જીરૂ અને ખાંડ નાખી મિક્ષ કરી લેવું

  7. 7

    હવે દહીં ને ફ્રીજ માં ઠંડુ કરવા મૂકી દેવું

  8. 8

    હવે દહીંવડા નાં મસાલા માટે એક વાસણ મા પહેલા જીરૂ અને અજમો શેકી લેવો શેકાય જાય એટલે એમાં સંચળ અને લાલ મરચુ નાખી ગેસ બંધ કરી મિક્ષ કરી લેવું હવે ઠંડુ કરી લઈ ખલ માં વાટી લેવું

  9. 9

    તમે એક ડબ્બી માં ભરી ને સ્ટોર પણ કરી શકો આ મસાલો દહીંવડા સિવાય કોઈ ચાટ માં પણ વાપરી શકાય છે.

  10. 10

    હવે વડા ને હલકા હાથે દબાવી પાણી નિતારી સર્વિંગ બાઉલ માં મૂકવા એની ઉપર દહીં મીઠી ચટણી અને તીખી ચટણી નાખવી

  11. 11

    ઉપર થી દહીંવડા નો મસાલો ભભરાવવો. અને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes