દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#GA4
#Week25
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવે છે. દહીંવડા, દહીંપુરી, પાણીપુરી એ બધા ઉનાળામાં વધુ ખવાય છે. લગભગ બધા જ પ્રાંત માં દહીંવડા બને છે. કોઈ દહીભલ્લા તો કોઈ દહીબડા કહે. મોટાભાગે સેમ પ્રોસેસ થી બને છે. પરંતુ પ્રાદેશિક ભાષા મુજબ ઉચ્ચાર અલગ અલગ હોય છે. આજે હું દહીંવડા ની રેસીપી શેર કરી રહી છું. જે હું મારી એક ફ્રેન્ડ પાસેથી શીખી છું. તમે પણ આ રીતે દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

#GA4
#Week25
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવે છે. દહીંવડા, દહીંપુરી, પાણીપુરી એ બધા ઉનાળામાં વધુ ખવાય છે. લગભગ બધા જ પ્રાંત માં દહીંવડા બને છે. કોઈ દહીભલ્લા તો કોઈ દહીબડા કહે. મોટાભાગે સેમ પ્રોસેસ થી બને છે. પરંતુ પ્રાદેશિક ભાષા મુજબ ઉચ્ચાર અલગ અલગ હોય છે. આજે હું દહીંવડા ની રેસીપી શેર કરી રહી છું. જે હું મારી એક ફ્રેન્ડ પાસેથી શીખી છું. તમે પણ આ રીતે દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4 સર્વિંગ
  1. વડા નું ખીરું બનાવવા માટે
  2. 2 કપઅડદની દાળ
  3. 2ટે.સ્પૂન મોગર દાળ
  4. 2લીલા મરચાં
  5. 1નાનો ટુકડો આદુ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. દહીં વડા એસેમ્બલ કરવા માટે
  8. બનાવેલા વડા
  9. 500 ગ્રામમોળું દહીં
  10. 1/2 કપવઘારેલા બટાકા
  11. 1.5 ટી.સ્પૂનલાલ મરચાં લસણની ચટણી
  12. 2 ટે.સ્પૂન ખજુર આંબલીની ચટણી
  13. 1 ટી.સ્પૂનશેકેલું જીરું પાઉડર
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 2 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ વડાનું બૅટર બનાવવા માટે અડદની દાળ અને મગની મોગર દાળને અલગ અલગ 6-8 કલાક પલાળવા.

  3. 3

    હવે વધારાનું પાણી નીતારી, મિકસચર જારમાં લેવી. તેમાં આદુ અને લીલા મરચાં સમારીને એડ કરવી. હવે બન્ને દાળને એકસાથે પીસવી. (બૅટર ઘટ્ટ રાખવા નુ છે, તેથી દાળ પીસતી વખતે પાણી ન લેવું. જરૂર પડે તો જ 1-2 ટે.સ્પૂન જેટલું એડ કરવું). પીસાઈ જાય એટલે 30 મિનિટ સુધી ઢાંકી ને રેસ્ટ આપવું.

  4. 4

    હવે વડા બનાવવા પહેલાં બૅટર માં મીઠું એડ કરી મિક્સ કરવું. વડા તળવા માટે તેલ ગરમ થાય એટલે હાથેથી અથવા કડછી વડે વડા પાડવા. મિડીયમ ફલૅમ પર બદામી રંગના તળી લેવાં.

  5. 5

    વરાળ નીકળી ગયા પછી તેને પાણીમાં ડુબાડી રાખવા. આ રીતે બધા વડા તળીને પાણીમાં ડુબાડી દેવા. 1.5-2 કલાક પાણીમાં રાખવાથી વડા એકદમ સોફ્ટ થઈ જશે.

  6. 6

    બટાકા બાફી ને સમારી લેવાં. ત્યારબાદ હીંગ અને હળદરનો વઘાર કરી બટાકા એડ કરવા. મીઠું, મરચું, ધાણાજીરું એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું. સમારેલી કોથમીર એડ કરવી. લસણ અને લાલ મરચાં ની ચટણી બનાવવી, તથા ખજૂર આંબલી અને ગોળ વાળી મીઠી ચટણી બનાવવી. તથા દહીં વલોવી લઈ તેમાં સ્હેજ મીઠું અને પીસેલી ખાંડ એડ કરવી.

  7. 7

    એસેમ્બલ કરવા માટે એક બાઉલમાં વડા(બે હાથથી દબાવીને વડામાંથી પાણી કાઢી નાખવું)મુકી, વઘારેલા બટાકા, દહીં, ખજૂર આમલીની ચટણી, લસણ લાલ મરચાં ની ચટણી, શેકેલું જીરું પાઉડર એડ કરવું. કોથમીર થી ગાનિઁશ કરી સર્વ કરવું.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes