દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#GA4 #Week6
ચાટ
chaat

દહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
8-10 વડા
  1. વડા બનાવવા માટે:
  2. 150 ગ્રામ અળદની દાળ
  3. 50 ગ્રામ મગની ફોતરાવાળી દાળ
  4. 1 ટુકડોઆદુ
  5. 2લીલા મરચા
  6. સ્વાદ મુજબમીઠું
  7. જરુર મુજબપાણી
  8. જરૂર મુજબ તેલ વડા તળવા માટે
  9. ચાટ માટે/ગાનિૅશીંગ માટે:
  10. જરુર મુજબમીઠું દહીં
  11. જરુર મુજબસાદુ દહીં
  12. જરુર મુજબલીલી ચટણી
  13. જરુર મુજબમીઠી ચટણી(ઓપ્શનલ)
  14. જરુર મુજબમસાલા બી/ તળેલા બી
  15. જરુર મુજબશેકેલા જીરાનો પાઉડર
  16. જરુર મુજબલાલ મરચાનો પાઉડર
  17. જરુર મુજબઝીણા સમારેલા બાફેલા બટાકા(ઓપ્શનલ)
  18. જરુર મુજબકોથમીર
  19. જરુર મુજબદાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બન્ને દાળને બે-ત્રણ પાણી થી સાફ કરી 4-5 કલાક પલાળી રાખો. હવે પલળેલી દાળને મિક્સરમાં નાખી તેમાં આદુ, લીલુ મરચું,મીઠું અને જરુર મુજબ પાણી નાંખી પીસી લો. બેટર પાતળું ના કરવું.

  2. 2

    હવે એક વાસણમાં તેલ ગરમ કરો.હવે તેલ મિડિયમ ગરમ થાય એટલે તેમાં મિડિયમ સાઈઝના વડા પાડીને લાલ રંગના તળી લો.

  3. 3

    હવે એક વાસણમાં નવશેકુ પાણી લઇ તેમાં તળેલા વડા નાંખી વડા ને 15 મિનિટ પલળવા દો.

  4. 4

    હવે પલળેલા વડા ને હાથ થી દબાવી પાણી નિતારી કાઢી લો.હવે વડાને સવિૅંગ પ્લેટમાં લઈ તેમાં મીઠું દહીં, સાદુ દહીં નાખી તેના પર લીલી ચટણી,મીઠી ચટણી, મસાલા સીંગ,શેકેલા જીરાનો પાઉડર, લાલ મરચું પાઉડર નાખો.હવે તેના પર કોથમીર અને દાડમના દાણા થી ગાનિૅશ કરો.હવે તૈયાર છે દહીંવડા ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes