મસાલા રાજમા (Masala Rajma Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

શનિવારે કઠોળ નો દિવસ..
આજે રાજમા બનાવ્યા..
થોડા સ્પાઇસી,
થોડા રસાદાર..
ઘી વાળા ભાત સાથે..

મસાલા રાજમા (Masala Rajma Recipe In Gujarati)

શનિવારે કઠોળ નો દિવસ..
આજે રાજમા બનાવ્યા..
થોડા સ્પાઇસી,
થોડા રસાદાર..
ઘી વાળા ભાત સાથે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપરાજમા
  2. ૧ નંગ ડૂંગળી
  3. ૧ નંગ ટામેટું
  4. ૩ કળી લસણ
  5. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા ક્રશ
  6. ૧ ટેબલ સ્પૂનટોમેટો પ્યુરી
  7. મસાલા માં
  8. ૧ ટીસ્પૂનલાલ મરચું
  9. ૧/૨ ટીસ્પૂનહળદર
  10. ૧ ટેબલ સ્પૂનધાણા જીરું
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  13. ૧ ટીસ્પૂનકિચન કિંગ મસાલો
  14. ૧ ટેબલ સ્પૂનફ્રેશ ધાણા
  15. તડકા માટે
  16. ૨ ટેબલ સ્પૂનતેલ
  17. ૧ ટેબલ સ્પૂનરાઈ જીરું અજમો હીંગ મિક્સ
  18. ૬-૭ મીઠા લીમડાના પાન
  19. લવિંગ,તજ અને સૂકું મરચું
  20. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    રાજમા ને ૨-૩ વાત ધોઈ કલાક માટે પલાળી રાખી કુકર માં ૪-૫ સિટી વગાડી બાફી લેવા.
    ડુંગળી ટામેટા ના કટકા કરી,લસણ ની કતરણ કરી લો.

  2. 2

    કૂકર માં તેલ લઇ વઘાર તૈયાર કરી ડુંગળી લીમડાના પાન આદુ મરચા લસણ નાખી સાંતળી લેવું, ત્યાર બાદ ટામેટા ના પીસ અને પ્યુરી નાખી સાંતડવું.

  3. 3

    હવે તેમાં પાણી એડ કરી મસાલા,ધાણા અને રાજમા નાખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી પાછી બે સિટી વગાડી લેવું જેથી રાજમા થોડા પણ કડક રહ્યા હશે તો ચડી જશે.

  4. 4
  5. 5

    કુકર ખોલી લીંબુ નો રસ અને કિચન કિંગ મસાલો એડ કરી લો.
    હવે બાઉલ માં કાઢી ધાણા સ્પરિંકલ કરી અને ડુંગળી ની રીંગ સાથે સર્વ કરો..
    મે રાજમા ને ઘી વાળા ભાત સાથે સર્વ કર્યા છે..

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes