રજવાડી ક્રેકજેક ભાખરી

Juliben Dave
Juliben Dave @julidave

માય રેસીપી ઈબુક 📒📕📗
#RB12
વીક 12
લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿
#LB
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪

બાળકોને ટીફીનબોક્સમાં દેવા માટે મારા મત મુજબ આ ઉત્તમ વાનગી ,,કેમ કે બાળકોને શક્તિ પણ પૂરી પડે અને જોઈતા વિટામિન્સ પણ મળી રહે ,,સ્વાદ પણ તેમનો મનભાવન બને છે એટલે ટીફીનબોક્સ ફટાફટ ખાલી ,,,,સાથે બાળકોને ભાવતું ફ્રૂટ ,અથાણું ,જામ ગમે તે આપી શકો

રજવાડી ક્રેકજેક ભાખરી

માય રેસીપી ઈબુક 📒📕📗
#RB12
વીક 12
લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿
#LB
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪

બાળકોને ટીફીનબોક્સમાં દેવા માટે મારા મત મુજબ આ ઉત્તમ વાનગી ,,કેમ કે બાળકોને શક્તિ પણ પૂરી પડે અને જોઈતા વિટામિન્સ પણ મળી રહે ,,સ્વાદ પણ તેમનો મનભાવન બને છે એટલે ટીફીનબોક્સ ફટાફટ ખાલી ,,,,સાથે બાળકોને ભાવતું ફ્રૂટ ,અથાણું ,જામ ગમે તે આપી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ- ઘઉં નો કરકરો લોટ(જીણો જાડો મિક્સ કરી લેવો)
  2. ૧/૪ કપદૂધ ની તાજી મલાઈ
  3. ૧ ચમચી- તેલ
  4. ૧ ચમચીઘી
  5. ૧/૨ ચમચી- જીરું (હાથ થી ક્રશ કરી ને)
  6. ૧/૨ ચમચી- તલ
  7. ૧/૨ ચમચી- મરી પાઉડર
  8. ૧ ચમચીકોપરાનું જીણું છીણ
  9. ૧ ચમચીશીંગનો બારીક ભૂકો
  10. ૧ ચમચીકાજુબદામ અખરોટનો બારીક ભૂકો
  11. ૧ ચમચીદળેલી સાકરનો પાઉડર
  12. સ્વાદ મુજબ-મીઠું
  13. હુંફાળું દૂધ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કથરોટમાં માં લોટ,મીઠું, ખાંડ, મરી પાઉડર, જીરુ,તલ,તેલ,મલાઈ...વગેરે ઉમેરી ને સરસ બધું ભેળવી લો,લોટ માં મુઠ્ઠી વળે એવું ઘી અને તેલ થી મોંણ આપો

    પછી ખૂબ થોડુ થોડુ હૂંફાળું દૂધ ઉમેરી ને કઠણ કણક બાંધી લો ને પાંચ મિનિટ માટે રાખી મૂકો.

  2. 2

    પછી કણક માં થી એક લૂઓ લઈ ને થોડું દૂધ ઉમેરી ને સરસ મસળી ને ભાખરી વણી મનગમતા આકાર થી કટ કરી લ્યો
    આખી ભાખરી સેકાય ગયા બાદ પણ કરી શકો,

    માટી ની તાવડી ગરમ કરી તેમાં સરસ શેકી લો, કપડાં ની(લાકડાનો ડટ્ટો પણ લઇ શકાય) મદદથી ભાખરી ને બન્ને બાજુ સરસ શેકી લો.

  3. 3

    ગરમાગરમ ભાખરી પર ઘી લગાવી ને રાખો.આ ભાખરી દસેક દિવસ સારી રહે છે
    બાળકોને લન્ચબોક્ષમાં તેમના ભાવતા કઠોળ કે ફ્રૂટ સાથે આપો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ (6)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
વાહ ,આઈડિયા સરસ છે👌😋

Similar Recipes