બૂરું ખાંડ

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#RB16
આજે મેં બનાવી છે બૂરું ખાંડ..
આખી ખાંડ નો દળેલો ભૂકો અને બૂરું ખાંડ ..એ બંને અલગ વસ્તુ છે .
બજારમાં તૈયાર પણ મળતી હોય છે.ઘણી વાર ભેળસેળ વાળી પણ મળી જાય તેથી થોડી મહેનત કરી ને ઘરે બનાવવાથી ચોખ્ખી પણ મળશે અને વધારે પણ મળશે..
બહુ જ easy રીત છે,પહેલી વાર પણ બનાવતા હશો તો પણ સારી જ બનશે .
આ બૂરું ખાંડ સ્વામિનારાયણ નો મગસ અને અન્ય મીઠાઈ બનાવવા માં વપરાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
સ્વીટ માટે
  1. ૧ કપઆખી ખાંડ
  2. ૧/૩ કપપાણી
  3. ૧ ટીસ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    જાડા તળિયા વાળા પેન માં કે નોનસ્ટિક માં ખાંડ લો,તેમાં પાણી ઉમેરી ફાસ્ટ ગેસ પર સતત ઓગાળો, બે તાર ની ચાસણી થાય ત્યાં સુધી આંચ ફાસ્ટ રાખવાની છે ત્યાર પછી સ્લો કરી લેવી.

  2. 2

    સ્લો આંચ પર ત્રણ તાર ની ચાસણી થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે.ચેક કરતા રહેવું, ત્રણ તાર થાય એટલે તેમાં ઘી એડ કરી હલાવતા રહો.

  3. 3

    બધું moisture બળી જશે અને પાઉડર ફોર્મ માં આવી જશે.
    આ સમયે જો કડક પતાસા જેવું થાય તો ગભરાવું નહિ,ઠંડુ થાય એટલે grinder માં પાઉડર કરી શકાય..

  4. 4

    એક કપ ખાંડ માંથી સવા કપ બૂરું ખાંડ થઈ અને એ પણ ઓછી મહેનતે અને ચોખ્ખી..
    તો તૈયાર છે બૂરું ખાંડ.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
Super recipe....festival avi rahya 6e....banavsu......

Similar Recipes