દૂધીનો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

#SVC
સામાન્ય રીતે આપણે રીંગણનો ઓળો તો બનાવીએ જ છીએ પણ આજે દૂધીમાંથી ઓળો બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે બને છે અને મારા ઘરે વારંવાર બને છે. ધણી વાર બાળકોને દૂધી ભાવતી નથી તેથી આ રીતે બનાવવાથી તેઓને પણ ચેન્જ મળશે.

દૂધીનો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#SVC
સામાન્ય રીતે આપણે રીંગણનો ઓળો તો બનાવીએ જ છીએ પણ આજે દૂધીમાંથી ઓળો બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે બને છે અને મારા ઘરે વારંવાર બને છે. ધણી વાર બાળકોને દૂધી ભાવતી નથી તેથી આ રીતે બનાવવાથી તેઓને પણ ચેન્જ મળશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ લોકો
  1. મિડીયમ સાઇઝની દૂધી
  2. ર નાના ટામેટાં
  3. નાની ડુંગળી
  4. ર લીલાં મરચાં
  5. ર પાવળા તેલ
  6. ચપટીહીંગ
  7. ૧ ચમચીલસણની પેસ્ટ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ર ચમચી લાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીધાણાજીરુ
  11. ૧ ચમચીહળદર
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધીને છાલ ઉતારી નાના ટુકડા કરી સમારી લો. તેને કૂકરમાં જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લો.

  2. 2
  3. 3

    ડુંગળી, ટામેટાં અને મરચાં ને જીણા સમારી લો.

  4. 4

    બાફેલી દૂધીમાંથી પાણી કાઢી લો તેમજ તેને મેશ કરી લો.

  5. 5

    કડાઈમાં તેલ મૂકી તે ગરમ થાય એટલે ડુંગળી અને મરચાં નાખી સાંતળો.ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ ઉમેરી દો.થોડીવાર બાદ ટામેટાં ઉમેરી મિક્સ કરી થવા દો.

  6. 6
  7. 7

    હવે તેમાં બધાં જ મસાલા અને મીઠું ઉમેરી દો. સરસ મીક્ષ કરી દો.

  8. 8

    હવે તેમાં બાફેલી દૂધી ઉમેરી મિક્સ કરી દો. કોથમીર ઉમેરી સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes