મહીકા ના પુડલા (Mahika MahikaPudla Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

મહીકા રાજકોટ મા જ આવેલું છે ત્યાં ના પુડલા ખૂબ જ ફેમસ છે.. શિયાળા મા તો લોકો ખાસ ત્યાં જાય..પુડલા સાથે અપાતી ચટણી વિશેષતા છે અને અમુક જગ્યા એ ત્યાં પુડલા સાથે કઢી ખીચડી પણ સાથે આપે છે. પુડલા ને એક મોટા તવા પર તૈયાર કરવામાં આવે છે અને તેના પીસ કરીને સર્વ કરવામાં આવે છે. મહીકાના ફેમસ પુડલા તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો
#RJS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુડલા માટે
  2. 2 કપચણાનો લોટ
  3. 4 ટેબલ સ્પૂનમેથી
  4. 2 ટેબલસ્પૂનલીલી ડુંગળી ના પાન
  5. 2લીલા મરચા
  6. 5-7કળી લસણ
  7. ટુકડોઆદું
  8. 1 ટીસ્પૂનહળદર
  9. 1 ટીસ્પૂનલાલ મરચું
  10. 1/2 ટીસ્પૂનઅજમો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ચટણી માટે
  13. 1મોટી સૂકી ડુંગળી
  14. 2ટેબલ સ્પૂ્ન તેલ
  15. 1/2 ટીસ્પૂનજીરું
  16. 1 ટીસ્પૂનલાલ મરચું
  17. 2-3ટેબલ સ્પૂ્ન લીલી ડુંગળી નો સફેદ ભાગ
  18. 2ટેબલ સ્પૂ્ન લીલી ડુંગળી ના પાન
  19. 4-5લસણ ની કળી
  20. ટુકડોઆદું
  21. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા નો લોટ લઇ તેમાં પાણી ઉમેરી ઢોસા કરતા સહેજ પાટલું બેટર તૈયાર કરવું

  2. 2

    હવે ચટણી માટે એક પેન મા તેલ લઇ તેલ ગરમ થાઈ એટલે જીરું ઉમેરવુ ત્યારબાદ ડુંગળી ઉમેરવી, તેમાં આદું લસણ ઉમેરી ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું ત્યારબાદ લીલી ડુંગળીના પાન અને ટામેટાની પ્યુરી ઉમેરવી તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી ચટણી થવા દેવી

  3. 3

    હવે બેટર મા મેથી, લસણ, આદું મરચાં તથા અન્ય મસાલા ઉમેરી પુડલા ઉતારી લેવા

  4. 4

    તૈયાર પુડલા ને ચટણી ગરમા ગરમ સર્વ કરવા

  5. 5

    આ રેસીપી મા વેજીટેબલ ઉમેરી વેજ પુડલા પણ બનાવી શકાય છે અને સૂકા લસણની બદલે લીલુ લસણ ઉમેરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes