રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#LCM
રજવાડી ખીચડી એ એક સ્પાઈસી ખીચડી છે જે ખડા મસાલા, લસણ અને ગરમ મસાલા નો ભરપૂર ઉપયોગ કરીને બનાવવામાં આવે છે

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

#LCM
રજવાડી ખીચડી એ એક સ્પાઈસી ખીચડી છે જે ખડા મસાલા, લસણ અને ગરમ મસાલા નો ભરપૂર ઉપયોગ કરીને બનાવવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 લોકો માટે
  1. 1 વાટકીખીચડી ના ચોખા
  2. 1/2 વાટકી મગની મોગર દાળ
  3. 1/2 વાટકી તુવેરની દાળ
  4. 1 નંગમોટું બટાકુ ઝીણું સમારેલું
  5. 1 નંગગાજર ઝીણું સમારેલું
  6. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  7. 1 નંગટામેટું ઝીણું સમારેલું
  8. 100 ગ્રામલીલી ડુંગળી ઝીણી સમારેલી
  9. 2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  10. વઘાર માટે સામગ્રી
  11. 3 ચમચીતેલ
  12. 2 ચમચીઘી
  13. 1/2 ચમચી રાઈ
  14. 1/2 ચમચી જીરું
  15. 2આખા લાલ મરચાં
  16. ચારથી પાંચ લવિંગ
  17. 2બાદીયા
  18. 3-4લીલા મરચા ઝીણા સમારેલા
  19. 2તમાલપત્ર
  20. મીઠો લીમડો
  21. અન્ય સામગ્રી
  22. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  23. 1 ચમચીધાણાજીરું
  24. 1/2 ચમચી હળદર
  25. મીઠું જરૂરિયાત મુજબ
  26. 1 ચમચીગરમ મસાલો
  27. 3-4 ચમચીદહીં
  28. પાણી જરૂરિયાત મુજબ
  29. 5-6 નંગકાજુ
  30. 2 ચમચીકોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમખા દાળ અને ચોખા કૂકરમાં લઈ લો તેને સરખી રીતે બે પાણીથી ધોઈ નાખો

  2. 2

    ત્યારબાદ તેમાં હળદર મીઠું જીરું અને પાણી માપસર ઉમેરી ઢાંકણ બંધ કરી એક સીટી થવા દો

  3. 3

    એક સિટી વાગ્યા બાદ ગેસ બંધ કરી એની વરાળ કાઢી અને તેમાં સમારેલા બટાકા ઉમેરી દો

  4. 4

    જરૂરિયાત લાગે તો એમાં થોડું પાણી ઉમેરી અને એને ફરીથી બે સીટી થીચડવા માટે મૂકી દો

  5. 5

    ગાજર,લીલી ડુંગળી, સુકી ડુંગળી, લીલા મરચા, ઝીણા સમારી લો,આદુ અને લસણની પેસ્ટ બનાવી લો

  6. 6

    હવે એક કડાઈમાં ત્રણ ચમચી તેલ અને બે ચમચી ઘી મૂકો વઘારમાં રાઈ,જીરુ હિંગ,તમાલપત્ર,લવિંગ, બાદિયા, આખા લાલ મરચાં,કળી પત્તા ઉમેરો

  7. 7

    તેમાં ઝીણા સમારેલા ગાજર ઉમેરો,સુકી ડુંગળી ઉમેરો અને તેને બે મિનિટ ચડવા દો ત્યારબાદ તેમાં આદુ -લસણની પેસ્ટ અને લીલી ડુંગળી,ટામેટા પણ ઉમેરી દેવી પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર,મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો જરૂરિયાત પ્રમાણે ઉમેરો

  8. 8

    પછી તેમાં ત્રણથી ચાર ચમચી દહીં ઉમેરો બરાબર મિક્સ કરી અને પછી તેમાં બનાવેલી ખીચડી ઉમેરી દો, બધુ બરાબર મિક્સ કરો, ઢાંકણ ઢાંકી અને એને બે મિનિટ ચડવા દો

  9. 9

    કોથમીર અને કાજુથી ગાર્નીશ કરીને ખીચડી ને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal hitesh panchal
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes