રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#KS7
આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#KS7
આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30- 35 મિનીટ
4 લોકો માટે
  1. 2 કપચોખા (ખીચડી ના)
  2. 1 કપમગ ની મોગર દાળ
  3. 1 કપતુવેર ની દાળ
  4. વપરાતા શાકભાજી:
  5. 2બટાકા
  6. 2ડુંગળી
  7. 50 ગ્રામવટાણા
  8. 1ગાજર
  9. 2-3લીલા મરચાં
  10. વઘાર માટે મસાલા સામગ્રી:
  11. 3-4 ચમચીતેલ
  12. 3 ચમચીઘી
  13. મીઠો લીમડો
  14. 2આખા લાલ મરચાં
  15. 1 ચમચીરાઈ
  16. 1 ચમચીજીરુ
  17. ચપટીહીંગ
  18. 2મોટી ઈલાયચી
  19. 2-3લવીંગ
  20. 2તમાલ પત્ર
  21. પાણી જરુર મુજબ
  22. 10-12 નંગકાજુ (ફાડા કરીને ઉપયોગ કરવા)

રાંધવાની સૂચનાઓ

30- 35 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા સાથે લઈ 2 પાણી ધોઈ નાખવાના પછી બટાકા,ડુંગળી, ગાજર, વટાણા બધા શાકભાજી કાપી ને રેડી કરી લેવા

  2. 2

    મોટા તપેલા માં 3-4 ચમચી તેલ અને 3 ચમચી જેટલુ ઘી (બન્ને સરખા ભાગે) લેવું, તેમાં રાઈ, જીરુ, મીઠ્ઠો લીમડો, મોટી ઈલાયચી,તમાલ પત્ર, આખા લાલ મરચાં,લવીંગ,બધુ વઘાર માં નાખવુ પછી તેમાં ધોયેલા દાળ -ચોખા ઉમેરો,તેમાં 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર,મીઠું જરુર મુજબ, 1 ચમચી ધાણાજીરુ, અને 4-5ગ્લાસ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 20 મીનીટ ચડવા દો

  3. 3

    વચ્ચે વચ્ચે ખીચડી ને સંભાળ્યા કરવાનુ, તેમાં પાણી ની જરુર હોય તો ઉમેરવુ અને હલાવ્યા કરવુ તે નીચે ચોંટે કે દાજે નહી તેનુ ધ્યાન રાખવું, ગેસ ની ફલેમપણ શરૂઆત માં મીડીયમ રાખવી પછી સ્લો કરી દેવી

  4. 4

    જયારે ખીચડી 85 -90 % ચડી ગઈ હોય ત્યારે તેમાં લીલા વટાણા અને કટ કરેલા ગાજર ઉમેરવા,તેમાં 1 ચમચી કાશ્મીરી મરચું, 1/2 ચમચી ગરમ મસાલો,અને 2 ચમચી ઘી ઉમેરો અને તેને અડધુ ઢાંકણ ઢાંકી ચડવા દો 7-8 મિનીટ પછી ગેસ બંધ કરી તેમા તળેલા કાજુ ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal hitesh panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes