ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

ગુજરાતી ઘરોમાં બનતી ખૂબ જ ફેમસ મીઠાઈ છે નાના મોટા સૌની ભાવે છે બહારગામ પણ લઈ જઈ શકાય છે.
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં બનતી ખૂબ જ ફેમસ મીઠાઈ છે નાના મોટા સૌની ભાવે છે બહારગામ પણ લઈ જઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ લઈ તેની અંદર ઘી મૂકી અને ત્રણ વાટકી ઘઉંનો લોટ નાખી અને તેને ધીમા તાપે સાતળવું.ત્રણ વાટકી લોટ લેવાથી એક થાળી ગોળ પાપડી બને છે.
- 2
લોટ ધીમા તાપે સાંતળતા તેમાં થોડો થોડો કરી અને ગુંદર ઉમેરતા જવું તેથી ગુંદર તળાઈ અને ફૂલી જશે ન નાખવું હોય ગુંદર તો બી ચાલે ઓપ્શનલ છે.
- 3
ગુંદર તળાઈ જાય અને લોટ બી પિન્કી બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી અને કડાઈ નીચે ઉતારી પાંચ મિનિટ રહી અને તેની અંદર થોડો થોડો ગોળ નાખી અને હલાવતા રહેવું.
- 4
તેમાં એક બે ચમચી મલાઈ નાખવાથી ગોળ પાપડી સોફ્ટ પણ બને છે અને પછી થાળીમાં ઘી લગાવી અને પાથરી દો એટલે રેડી છે ગોળ પાપડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે મારા ઘરમાં કાયમ ગોળ પાપડી રહેતી જ..મમ્મી એક પણ દિવસ ખવડાવ્યા વગર ના મૂકે..એટલે એ અમારું રૂટિન ખાણા માં આવતું જ.હજી પણ મારા ઘરે આજે પણ ગોળ પાપડી બનાવું જ..આ નિર્દોષ મીઠાઈ સ્વીટ બધાને ભાવે છે.. Sangita Vyas -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery /ગોળગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે. ગોળ એ આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે. આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ એટલે ગોળ પાપડી. દરેક ગુજરાતી ના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે ગોળ પાપડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. એમાંય શિયાળામાં તો ગોળ પાપડી અચૂક બનાવાય જ છે. ગોળ પાપડીની ખાસિયત એ છે કે તે બનાવવા મુખ્યત્વે ત્રણ જ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે તોય તે સ્વાદિષ્ટ લાગે છે. Harsha Valia Karvat -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ ગોળ પાપડી અમારા ઘર માં વર્ષો થી બનતી આવે છે.છોકરાવો નો મનપસંદ નાસ્તો,દૂધ સાથે 2 પીસ આપી દો તો બીજું કાંઈ ના માગે અને હેલ્થી તો ખરું જ.પારંપરિક ગોળ પાપડી Bina Samir Telivala -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#Fam(સુખડી)આ રેસિપી મારા દાદીમા મારા મમ્મી અને મારા સાસુ અને હવે હું આ રીતે અમે ગોળ પાપડી બનાવીએ છીએ અને બધાને ખૂબ જ ભાવે છે ક્યારે પણ સ્વીટ ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી નાખીએ ખાવામાં પણ ટેસ્ટી અને હેલ્ધી પણ ખરી Sejal Kotecha -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#AT#ChooseToCookખૂબ જ સ્વાદિષ્ટ બનતી અને ભાવતી હોવાના કારણે આ રેસિપી Chooseto cook માટે પસંદ કરી છે. Urvi Tank -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#શ્રાવણગોળપાપડી કે સુખડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તલ, સુકામેવા,સૂંઠ અને કોઇક વાર તેના ઉપર વરિયાળી પણ ભભરાવાય છે.સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે, આ એક પૌષ્ટીક વાનગી તો છે જ ..આથી પ્રાચીન સમયમાં લોકો જ્યારે કમાવવા માટે કે લાંબા પ્રવાસે જતાં ત્યારે તેઓ ભાથામાં સુખડી લઈ જતાં. તેઓ સુખડી અને પાણી પીને લાંબો પ્રવાસ કરતાં.ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી નો પ્રસાદ ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. આ પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ વાપરવી(ખાવી) પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. આ મંદિરમાં જૈનો અને જૈનેતરો લાખો મણ સુખડી ચડાવે છે અને ત્યાં જ વહેંચીને ખાય છે.તો આજે મેં પણ શિતળા સાતમ માં માતાજી ને પ્રસાદ માટે ગોળપાપડી તૈયાર કરી છે... તો જોઈએ તે તૈયાર કરવાની રેસિપી.... Riddhi Dholakia -
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ વાનગી મારી મમ્મી પાસેથી શીખી છુ, જ્યારથી હુ રસોઈ કરતા શીખી.કોઈપણ સીઝન મા પરંતુ ખાસ કરીને શિયાળામા ખવાય છે.કૂકપેડ સાથેની ઓળખાણ આ રેસીપી થી થઈ...તો આ જ રેસીપી તમારી સમક્ષ મૂકી છુ. URVI HATHI -
-
-
-
-
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
ગોળ પાપડી (સુખડી) (Gol papdi recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતશીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી સુખડી બનાવવામાં આવે છે. આ સુખડી ને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ઘઉંના લોટમાંથી બનાવી છે. સુખડી જાડા લોટમાંથી પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં સુખડી લોકો પ્રેમથી ખાય છે અને બનાવે છે. આ વાનગી ઝડપથી બની જાય છે. Parul Patel -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#RB1 ગણેશજી પ્રિય એવા લાડુ આપણે બધાને પણ ખૂબ જ પ્રિય હોય છે અમારા ફેમિલી માં બધાં ને લાડુ ખુબ જ ભાવે તો આજે મેં લાડુ બનાવીયા Tasty Food With Bhavisha -
-
મગસ(magas recipe in gujarati)
મગસ. ગુજરાતી ફેમસ મીઠાઈ. દરેક સારા પ્રસંગે તેમાં પણ દક્ષિણ ગુજરાતમા તો ખુબ જ ફેમસ છે. Moxida Birju Desai -
ગોળ પાપડી(Gol Papadi Recipe In Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ36ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ગોળ પાપડી Ami Desai -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4 મગસ ખૂબ પ્રખ્યાત ગુજરાતી મીઠાઈ છે. ચણા નો લોટ, ઘી અને સાકર થી બનાવાય છે. તહેવાર માં બનાવવાતી ખાસ પરંપરાગત મીઠાઈ. ફક્ત ત્રણ સામગ્રી થી બનતી, ઇલાયચી ની ફ્લેવર, બદામ પિસ્તા થી સજાવેલી મીઠાઈ. ઝટપટ અને બનાવવામાં સરળ આ મીઠાઈ નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
પીન્ની (Pinni recipe in Gujarati)
પીન્ની ઉત્તરભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે શિયાળામાં બનાવવામાં આવે છે. આ મીઠાઈ લોહરી અને મકરસંક્રાંતિ ના ઉત્સવમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ એક શિયાળામાં બનતી ખૂબ જ આરોગ્યવર્ધક મીઠાઈ છે જે ઘણા બધા ડ્રાયફ્રુટ, ગુંદર, ઘી અને વસાણાં નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે આપણા શરીરને ઠંડી માં ગરમી અને તાકાત આપે છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ખજૂર અંજીર રોલ આ મીઠાઈમાં પણ ખજૂર અને અંજીરની નેચરલ શુગરમાં જ બને છે એટલે હેલ્થી પણ છે. આ મીઠાઈ નાના મોટા બધા ને ભાવે તેવી છે. Sonal Modha -
સાકર પાપડી (વિસરાતી વાનગી)(Sakar papdi Recipe in Gujarati)
આ વાનગી ખૂબ જ હેલ્થી અને ટેસ્ટ માં પણ બેસ્ટ છે.. સાકર શરીર અને મગજ ને ઠંડક આપે છે.. ચણા નો લોટ શરીર ને તાકત આપે..ઘી પાચન સુધારે છે.. વળી ખુબ જ ઓછો સમય માં બની જાય.. સામગ્રી પણ ખૂબ જ ઓછી Sunita Vaghela -
સીંઘી ખોરાક
#મીઠાઈ#Goldenapron#Post25#આ મીઠાઈ સીંધી છે જે મહેમાન માટે , વાર ,તહેવાર ,લગ્ન ,જીયાણુ ,વ્યવહાર , દરેક સીઝન માં બનતી મીઠાઈ છે.નાના મોટા બધાને ભાવે તેવી હેલ્ધી મીઠાઈ છે. Harsha Israni -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujarati (સુખડી)શિયાળાની ઋતુ એટલે ઠંડી અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરવાની ઋતુ. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોવાથી શરીરમાં ગરમાવટ લાવવી જરૂરી છે.તો આ દરમિયાન લોકો ઘરમાં ગરમાવટ લાવવા માટે વસાલા યુક્ત ખોરાકનું સેવન કરતા હોય છે.આ માટે લોકો અલગ અલગ વસાણા બનાવી લિજ્જત માણતા હોય છે. એમાંની એક છે ગોળ પાપડી.જે બનાવવા માટે ઘઉંના લોટને ઘીમાં શેકી તળેલો ગુંદ, ગોળ,સૂંઠ પાઉડર અને કાટલું, મનપસંદ ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરળતાથી અને સહેલાઈથી સ્વાદિષ્ટ અને હેલ્ધી સુખડી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
ગોળ પાપડી (સુખડી)
ખૂબ જ ઓછી સામગ્રી થી બનતી અને ટેસ્ટી ટ્રેડિશનલ વાનગી એટલે ગોળ પાપડી. Dr. Pushpa Dixit -
-
ઘારી(Ghari Recipe In Gujarati)
#વેસ્ટસુરતની ખૂબ જ ફેમસ અને નાના-મોટા બધાને ભાવે એવી આ વાનગી છે અને બધા easily ઘરે બનાવી શકે એવી વાનગી છે Vandana Dhiren Solanki -
ગોળ પાપડી
#RB9છોકરાઓ ની ફેવરેટ સ્વીટ .ગરમ ગરમ ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ની રેસીપી યુનિક છે અને હેલ્થની દ્રષ્ટિએ બહુ જ ગુણકારી છે. ખાસ તો ladies માટે ખૂબ જ ગુણકારી છે. આમ તો નાના-મોટા બધા જ ખાઈ શકે છે. Shah Rinkal
More Recipes
ટિપ્પણીઓ