ગોળ પાપડી(સુખડી)

Nita Bhatia
Nita Bhatia @cook_8180184

સરળતા થઈ બનતી વાનગી. ઘઉં ના લોટ ને ગોળ થી શિયાળા માં બનાવાય છે

ગોળ પાપડી(સુખડી)

સરળતા થઈ બનતી વાનગી. ઘઉં ના લોટ ને ગોળ થી શિયાળા માં બનાવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 પીસીસ
  1. ૧ કપજાડો ઘઉં નો.લોટ
  2. ૫ ચમચાઘી
  3. ૩/૪ કપસમારેલો ગોળ
  4. ૧/૪ ચમચીએલચી
  5. ૧ ચમચોતળેલો ગુંદર
  6. ૧ ચમચોસમારેલી બદામ
  7. ૧ ચમચોસમારેલા પિસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી ને ગરમ કરો

  2. 2

    તેમાં જાડો ઘઉં નો લોટઉમેરી ને ૧૫ મિનિટ શેકી લો. ધીમા તાપે ગુલાબી રંગ નો શેકો. સતત હલાવતા રહેવું

  3. 3

    ગેસ પર થી ઉતારી લો

  4. 4

    તેમાં ગોળ ને એલચી ઉમેરી ને ભેળવી લો

  5. 5

    તેમાં તળેલો ગુંદર ઉમેરી ને હલાવી લો

  6. 6

    ગોળ આગલે ત્યાં સુધી હલાવતા રહો

  7. 7

    સમારેલી બદામ ને પિસ્તા ઉમેરો

  8. 8

    તેલ ચોપડેલી થાળી માં આ મિશ્રણ ને ઠારવા પાથરો. ઉપર નાની વાડકી થઈ હળવે હાથે દબાવી ને એકસમાન પાથરો

  9. 9

    નવશેકુ હોઈ ત્યારે કાપા પાડી લો. ઠંડુ થાય બાદ કાઢી લો.

  10. 10

    બદામ ને પિસ્તા ભભરાવી ને સજાવો

  11. 11

    એક ડબ્બા માં ભરી લો

  12. 12

    આનંદ ઉઠાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Bhatia
Nita Bhatia @cook_8180184
પર

ટિપ્પણીઓ

Similar Recipes