બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)

Hemangi Patadia
Hemangi Patadia @hemangi77
શેર કરો

ઘટકો

  1. ૪ નંગપાઉં
  2. ૩ નંગ ઝીણા સમારેલા બાફેલા બટાકા
  3. ૨ ચમચીલસણની ચટણી
  4. ૧ વાટકીતળેલા શીંગદાણા અથવા તો મસાલા શીંગ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  7. કોથમીરથી ગાર્નિશિંગ માટે
  8. ૧ વાટકીખજૂર આંબલી અને ગોળ નો પલ્પ
  9. ૧ ચમચીચાટ મસાલો
  10. ૧ વાટકીકોથમીરની લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બટાકા માં લસણની ચટણી જેમાં (લાલ મરચું ઉમેરેલ છે) મીઠું, ચાટ મસાલો મિક્સ કરી લો. ત્યારબાદ એક તપેલીમાં ખજૂર આંબલી અને ગોળ નો પલ્પ લઈને ત્રણ ગ્લાસ પાણી ઉમેરી જરૂર પ્રમાણે મીઠું નાખી પાતળી ખાટી મીઠી ચટણી બનાવો.

  2. 2

    ત્યારબાદ પાઉં ના કટકા કરીને ખાટી મીઠી ચટણી માં ડુબાડી સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેના ઉપર તૈયાર કરેલ બટેટાનું પુરણ મૂકીને ઉપરથી લીલી ચટણી, તળેલા શીંગદાણા, ઝીણી સમારેલી ડુંગળી, અને કોથમીર ભભરાવીને ગાર્નિશિંગ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemangi Patadia
Hemangi Patadia @hemangi77
પર

ટિપ્પણીઓ

Similar Recipes