વેજ ચાઉમીન (Veg Chowmein Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara

#WCR
#Chinese_Recipe
#Cookpadgujarati

વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીન ને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 300 ગ્રામહક્કા નુડલ્સ
  2. 3 tbspતેલ
  3. 1 નંગસ્લાઈસ કરેલી ડુંગળી
  4. 1 નંગગ્રીન કેપ્સીકમ લાંબું સમારેલું
  5. 8-10 નંગલાંબી સમારેલી ફણસી
  6. 2 કપલાંબી સમારેલી કોબીજ
  7. 1 tbspઝીણું સમારેલું આદુ
  8. 1 tbspજીણું સમારેલું લસણ
  9. 2 નંગઝીણા સમારેલા લીલાં મરચાં
  10. 1/2 tspકાળા મરી પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2 tbspસોયા સોસ
  13. 1 tbspરેડ ચીલી સોસ
  14. 2 tspવિનેગર
  15. 1/2 કપસમારેલી લીલી ડુંગળી
  16. 👉 ગાર્નિશ માટે :--
  17. સમારેલી લીલી ડુંગળી ના લીલા પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક મોટા વાસણમાં આઠથી દસ કપ પાણી ઉમેરી એને ઉકાળવા દેવું. હવે તેમાં મીઠું અને થોડું તેલ ઉમેરીને નુડલ્સ ઉમેરવા. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. 5 થી 7 મિનિટમાં નુડલ્સ બફાઈ જશે. નુડલ્સ એકદમ વધારે બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું નહીંતર એ સ્વાદમાં સારા નહીં લાગે. જ્યારે નુડલ્સ બફાઈ જાય ત્યારે એક કાણાવાળી ચારણીમાં કાઢી લેવા અને એને ઠંડા પાણીથી ધોઈને થોડી વાર કોરી કરી તેના પર થોડું તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું જેથી એ એકબીજાને ચોંટી ના જાય.

  2. 2

    જ્યારે નુડલ્સ બફાતા હોય ત્યારે ડુંગળી, કેપ્સિકમ, ગાજર, કોબીજ, ફણસી અને લીલી ડુંગળી બધા શાકભાજીને ધોઈને સમારી લેવા.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ઝીણું સમારેલું આદુ, જીણું સમારેલું લસણ અને ઝીણા સમારેલા લીલાં મરચા ઉમેરીને જ્યાં સુધી લસણ લાઈટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળવું. હવે તેમાં બધા શાકભાજી ઉમેરીને 2 મિનીટ સુધી હાઈ હિટ પર પકાવવું.

  4. 4

    હવે આમાં બાફેલા નૂડલ્સ ઉમેરી તેમાં મીઠું, કાળા મરી પાઉડર, સોયા સોસ, રેડ ચીલી સોસ અને વિનેગર ઉમેરી બધું બરાબર મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી હાઈ હીટ પર પકાવવું. ત્યાર બાદ લીલી ડુંગળી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી દો.

  5. 5

    હવે આપણી વેજ ચાઉમીન તૈયાર છે સર્વ કરવા માટે. આ ચાઉમીન ને કોઈપણ ચાઇનીઝ સ્ટાઇલ ની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ગ્રેવી સાથે પીરસી સકાય છે.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (12)

દ્વારા લખાયેલ

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes