વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#LSR
સેન્ડવિચ મારા ઘર માં લગભગ દરેક રવિવારે બને જ. જેમાં લગભગ હું વેજ, ચીઝ, માયોનીઝ વગેરે ટીપે ની બનાવતી હોઉં છું . પણ આ રવિવારે મેં વેજ પનીર સેન્ડવિચ તો બનાવી સાથે સાથે એને આપ્યો સ્મોકી ફ્લેવર એટલે કે ધુંગાર આપી ને બનાવી. જે સ્વાદ માં બહુ જ સરસ લાગી. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો આ સ્મોકી ફ્લેવર વાળી સેન્ડવિચ.લગ્ન ની સીઝન માં આ સ્મોકી ફ્લેવર નું ચલણ વધ્યું છે તો મેં તો ઘરે જ ટ્રાઈ કરી ને બનાવી ડીશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ઘઉં ની બ્રેડ ૨ પેકેટ
  2. ૨૫૦ ગ્રામ પનીર
  3. ૧ વાટકીચોપ કરેલી કોબી
  4. ચોપ કરેલું કેપ્સીકમ
  5. ૧ વાટકીચોપ કરેલી લીલી ડુંગળી
  6. ૧/૨ વાટકીબાફેલી અમેરિકન મકાઈ
  7. (બીજા વેજિસ યુસ કરી શકો ચો જેમ કે ગાજર, બેલ પેપર)
  8. ૧૦૦ ગ્રામ બટર
  9. ૨-૩ ચમચી ચીઝ સ્પ્રેડ/ માયોનીઝ જો યુસ કરતા હોવ તો
  10. ૧ ચમચીઘરનુ માખણ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ૧ ચમચીમરી પાઉડર
  13. ૨ ચમચીઓરેગાનો/ મિક્સ હર્બ્સ
  14. ચીઝ સ્લાઈસ
  15. ધુંગાર આપવા કોલસો
  16. ૧ ચમચીઘી ધુંગાર માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પેલા બધા વેજિસ અને પનીર ને એક વાસણ માં ભેગા કરો. હવે એમાં બટર, ચીઝ સ્પ્રેડ, ઘરનું માખણ, મીઠું, મરી પાઉડર, ઓરેગાનો આ બધું મિક્સ કરી ને સરસ રેડી કરી લો. હવે એક નાની ડીશ વચ્ચે મૂકી રાખો.

  2. 2

    કોલસા ને ગેસ પર સળગાવી ને એ ડીશ માં રાખી એના પાર તરત ઘી રેડો જેથી ધુંગાર માટે સ્મોક બને અને તરત એ વાસણ પાર ઢાંકી દો જેથી એ ધુંગાર નો ફ્લેવર અંદર વેજિસ માં આવી જાય. કોલસા ને થોડી વાર સળગવા દેવું જેથી એ લમ્બો ટાઈમ સ્મોક આપી શકે. ૩ ૪ મિનિટ માટે મૂકી રાખવું.

  3. 3

    હવે બ્રેડ પર બટર લગાવી ને અંદર આ સેન્ડવિચ નું મિશ્રણ ભરી ચીઝ સ્લાઈસ મૂકી ને એને ટોસ્ટર માં મુકવી અથવા તવા પર શેકવી. હું તવા પર ની સેન્ડવિચ વધુ પ્રીફર કરીશ કેમ કે એમાં આ ટેસ્ટ સરસ આવે છે.

  4. 4

    બસ તૈયાર છે વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર. એને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes