વેગન પેનાકોટા (Vegan Panna Cotta Recipe In Gujarati)

#Vegan
પેનાકોટા એ એક ઇટાલિયન ડેઝર્ટ છે જે થીક ક્રીમ, જીલેટીન/અગર અગર, દૂધ અને ઈંડુ યુઝ કરી ને બનાવાય છે અને એને અનમોલ્ડ કરી ને એક સરસ જેલી ટેક્સચર આવે છે અને સર્વ કરાય છે. પણ મેં અહીં નવું ઈનઓવશન ટ્રાઇ કર્યું અને બનાવ્યું વેગન પેનાકોટા. જે ૧૦૦ ટકા વેજિટેરિઅન અને વેગન છે. મેં મારા એક નજીક ના આંટી ના જમદિવસે એમને સ્વીટ ભાવે એટલે વિચાર્યું કે કઈંક અલગ કરી ને એમને ખવડાવીશ. અને મેં આ વેગન પેનાકોટા ફક્ત ૩ જ સામગ્રી વાપરીને બનાવ્યું છે.
વેગન પેનાકોટા (Vegan Panna Cotta Recipe In Gujarati)
#Vegan
પેનાકોટા એ એક ઇટાલિયન ડેઝર્ટ છે જે થીક ક્રીમ, જીલેટીન/અગર અગર, દૂધ અને ઈંડુ યુઝ કરી ને બનાવાય છે અને એને અનમોલ્ડ કરી ને એક સરસ જેલી ટેક્સચર આવે છે અને સર્વ કરાય છે. પણ મેં અહીં નવું ઈનઓવશન ટ્રાઇ કર્યું અને બનાવ્યું વેગન પેનાકોટા. જે ૧૦૦ ટકા વેજિટેરિઅન અને વેગન છે. મેં મારા એક નજીક ના આંટી ના જમદિવસે એમને સ્વીટ ભાવે એટલે વિચાર્યું કે કઈંક અલગ કરી ને એમને ખવડાવીશ. અને મેં આ વેગન પેનાકોટા ફક્ત ૩ જ સામગ્રી વાપરીને બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શ્રીફળ ને છોલી ને એની અંદર ના કોપરા ને કાઢી લો. બજાર માં ઇઝિલી હવે કોકોનટ મિલ્ક મળે છે જે તમે વાપરી સકો છો. મેં અહીં તાજું શ્રીફળ જ લીધું છે અને એનું દૂધ જ કાઢ્યું છે. એની બ્રાઉન છાલ ને કાઢી ને ફક્ત સફેદ ભાગ રાખવો. કાઢી નાખેલી બ્રાઉન છાલ ને ચટણી માં વાપરી શકાય. હવે એ સફેદ નારિયળ ના નાના ટુકડા કરી લેવા. હવે એને મિક્સર જાર માં વાટી લેવા. એક વાર ચર્ન કરી લીધા પછી એમાં એક કપ પાણી નાખવું. જો માપ માં નારિયળ બે કપ હોય તો પાણી એક કપ નાખવું. હવે પાણી નાખી ને પાછું એકવાર ચર્ન કરવી લેવું.
- 2
હવે માં થી એનું દૂધ અલગ પડી જશે. એને ચારણી પડે કે કોટન ના પાતળા કપડાં વડે દબાવી ને ગાડી લેવું. જેથી એનું દૂધ સરસ રીતે નીકળી જાય. બચેલા કોરા કોપરા ને ડબ્બા માં રાખી ને ચટણી માં કે બીજા વાનગીઓ માં યુઝ કરી શકાય.
- 3
હવે એ નીકળેલા નારિયળ ના દૂધ માંથી થોડું દૂધ 1 વાટકી માં કાઢી ને એમાં કોર્ન ફ્લોર ઉમેરવો. અને એને સરસ મિક્સ કરી લેવું જેથી એમાં ગઠ્ઠા ના રહે અને સ્મૂધ પેસ્ટ એવું બની જાય. હવે એ નારિયળ ના દૂધ ને એક પેન માં ઠાલવવું. અને એમાં ખાંડ ઉમેરી ને એક ઉભરો લેવો. હલાવતા રેહવું અને ફાટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. હવે જેમ એનો ઉભરો આવે એટલે કોર્ન ફ્લોર વાળું દૂધ ઉમેરી ને જરા ફટાફટ ચમચા વડે હલાવતા રેહવું જેથી એમાં ગઠ્ઠા ના પડે અને એનું સ્મૂધ ટેક્સચર આવી જાય.
- 4
૨ મિનિટ હલાવી ને જોવું કે એકદમ જેલી જેવું ટેક્સચર આવી ગયું હશે. હવે એક ટીન કે વાસણ જેમાં તમારે એને મોલ્ડ કરવા મૂકવું છે એને ઘી વડે ગ્રીસ કરી લો. તેલ નાં વાપરવું કેમકે દૂધ નું છે જેથી તેલ નું ગ્રીસિંગ સેટ નઈ થાય. અને આ મિશ્રણ ને એમાં ધ્યાન થી ઠાલવી લો. થોડું ટેપ કરો જેથી એક્સટ્રા એર નીકળી જાય. હવે એને ૨ થી ૩ કલાક માટે ફ્રિજ માં સેટ થવા મૂકી દેવું.
- 5
પછી બહાર કાઢી ધ્યાન થી એને અનમોલ્ડ કરવું. એકદમ સરસ જેલી જેવું જ ટેક્સચેર આવી ગયું હસે.હવે એને ગુલાબ ની પાંખડીઓ અને પિસ્તા ની કતરણ થી એને ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જેલી (Jelly Recipe In Gujarati)
ના અગર અગર,ના જીલેટિન પાઉડર..તો પણ પરફેક્ટ જેલી બનાવી છે..મારી આ રેસિપી જોઈ ને તમે પણ પ્રેરિત થશો.. Sangita Vyas -
રોઝ ફ્લેવર ના રસગુલ્લા
#દૂધબંગાળી મીઠાઈ રસગુલ્લા મને બહુ ભાવે છે પણ ફ્લેવર વગર ના સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગઈ હોવા થી ગુગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે કોલકાતા માં અલગ અલગ ફ્લેવર્સ ના રંગબેરંગી રસગુલ્લા મળે છે. તેના પરથી મને વિચાર આવ્યો કે સફેદ રસગુલ્લા ને નેચરલ ફ્લેવર આપી કલરફૂલ બનાવી શકાય જે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે...... અને બની ગયા રોઝ ફલેવર ના રસગુલ્લા! Ejal Sanil Maru -
બદામ શેક
#EB#Week14#ff1#cookpadindia#cookpadgujarati#badamshake#almond#badam#milkshakeબદામ શેક એક હેલ્થી ડ્રિન્ક છે જેને ઉનાળા માં ચિલ્ડ અને શિયાળા માં હોટ સર્વ કરવા માં આવે છે. તે વિટામિન ઇ થી સમૃદ્ધ છે અને તેમાં મહત્વપૂર્ણ એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી છે. બ્લાન્ચડ બદામ માં પ્રોટીન, હેલ્થી ફેટ, મેગ્નેશિયમ અને આયર્ન નોંધપાત્ર માત્રા માં હોય છે. તે યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.મિલ્કશેક માં બદામ ઉમેરવા થી મિલ્કશેક થીક અને નટી ટેક્સચર વાળું લાગે છે. મેં અહીં બદામ શેક ને વધારે ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં ઇવાપોરેટેડ મિલ્ક અને મિલ્ક પાવડર નો ઉપયોગ કર્યો છે. Vaibhavi Boghawala -
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
રોઝ સંદેશ (rose sandesh recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ ગમે ત્યારે અને ગમે તે સમયે બધા ની ફેવરીટ.. બંગાળી મીઠાઈ ઘર ના પનીર માંથી બનતી સોફ્ટ અને રોઝ ની ખુશ્બુ જે મોઢાં માં આવતા પીગળી જાય છે. ફ્રિજ માં 3 થી 4 દિવસ સ્ટોર કરી શકાય છે. જે બગડતી નથી. Bina Mithani -
કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
#GA4#Week15#Jaggery#ગોળ#ચીક્કી#chikki#cookpadindia#cookpadgujaratiચીક્કી નો ઉદભવ સંભવતઃ 19 મી સદીના લોનાવલા, મુંબઇ નજીક એક હિલ સ્ટેશનમાં થઈ થયો હતો, જ્યારે મગનલાલ અગ્રવાલ નામના એક સાહસિક કેન્ડી શોપના માલિકે ગોળ, મગફળી અને ઘી ના સંયોજન સાથે ગુડ દાની નામ ની મીઠાઈ ની શોધ કરી હતી.ભારતમાં ગોળ જમ્યા પછી ખાવાનું સામાન્ય છે. કેટલાક લોકો કહે છે કે તે પાચનમાં મદદ કરે છે અને આંતરડાને ઉત્તેજીત કરી શકે છે જેથી કબજિયાત અટકાવવા માટે તે અસરકારક છે. અહીં પ્રસ્તુત છે બે પ્રકાર ની ચીક્કી જે બંને માં કોલ્હાપુરી ગોળ ની સાથે ડ્રાયફ્રૂટ્સ તથા કોપરા (સ્લાઈસ, છીણ તથા ડેસિકેટેડ) નો વપરાશ કરેલ છે. આ ચીક્કી માંથી આપણને ગોળ, સૂકા મેવા તથા કોપરા ના ગુણ મળે છે જેથી તે એક હેલ્થી રેસીપી કહી શકાય. Vaibhavi Boghawala -
સાબુદાણા ની ખીર (Sabudana ni Kheer Recipe In Gujarati)
#GA4#Week8નાનાં અને મોટાં સહુને ભાવતી ખીર. Bhavna C. Desai -
રોઝ કોકો નટ રબડી
#દૂધઆ વાનગી એક સ્વાદિષ્ટ, ગુલાબ અને કોકો નટ ના ફ્લેવર્સ વાળી પાર્ટી,મહેમાનો ને પીરસાય તેવી છે. Jagruti Jhobalia -
કોકોનટ બોલ્સ (Coconut Balls Recipe In Gujarati)
#RC2ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ સ્વીટ ડીશ. અચાનક મહેમાન આવે તો કોરોના કાળ મા બહાર ની સ્વીટ ના લેતા હોય તો ઈનસ્ટ્ન્ટ બની જાય તેવી ડીશ. Avani Suba -
-
કુનાફા (Kunafa Recipe In Gujarati)
#SQકુનાફા એ મિડલ ઈસ્ટર્ન ની પરંપરાગત મીઠાઈ છે કે જે ફીલોપે્સટ્રી માથી બનાવવા માં આવે છે પણ મેં અહીંયા મેંદા ની પાતળી સેવ નો ઉપયોગ કરી ને બનાવી છે. Harita Mendha -
કાચી કેરી ની જેલી
#RB8આ ખાટી મીઠી જેલી બાળકો માં હોટ ફેવરિટ..😋કેરી ની સીઝન માં એકવાર આવી જેલી બનાવવા જેવી..એક દિવસ પણ ડબ્બા માં સ્ટોર નહિ કરી શકો એટલે tempting લાગે છે.. Sangita Vyas -
ખરવસ
#દૂધ#જૂનસ્ટારખરવસ ગાય ના ચીક માથી બને છે, જેને ગુજરાતી મા બળી પણ કહેવાય છે, કોઇ લોકો મિલ્ક હલવો પણ કહે છે. એ સ્વાદમા એટલો સરસ અને સોફ્ટ હોય છે કે મોઢા માં મુકતા જ ઓગળી જાય એવુ લાગે છે. અહીં મેં ઈન્સ્ટન્ટ સામગ્રી થી બનાવ્યું છે. Bijal Thaker -
કોપરા પાક
#EB#Week16#ff3#childhood#શ્રાવણ#koprapak#coconut#cookpadindia#cookpadgujaratiશ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો. હું વર્ષો થી એક ટાણું જામી ને આખો શ્રાવણ માસ નો ઉપવાસ કરું છું. આ મહિના માં હું વારાફરથી જાતજાત ની મીઠાઈઓ બનવું છું જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તેમાં ની એક પારંપરિક મીઠાઈ છે કોપરા પાક જે મારા નાનપણ થી જ મારી પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવા માં પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. હમણાં ગોકુળાષ્ટમી પણ આવે છે એટલે મેં પ્રસાદ માં ધરાવવા માટે કોપરા પાક બનાવ્યો છે.આ કોપરા પાક કોકોનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે. તે ઘણી રીતે બને છે. કોઈ ખાંડ ની ચાસણી માં, કોઈ માવો ઉમેરી ને, કોઈ લીલું નારિયળ વાપરીને બનાવતા હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર 2 લેયર્ડ ઇન્સ્ટન્ટ કોપરા પાક બનાવ્યો છે. તેને રૂમ ટેમ્પરેચર ઉપર 2-3 દિવસ સુધી અને ફ્રિજ માં 8-10 દિવસ સુધી રાખી શકાય છે. Vaibhavi Boghawala -
સ્ટીમ યોગર્ટ (ભાપા દોઇ/મિસ્ટી દોઇ)(Misti Doi Recipe In Gujarati)
#GA4#week1#bangoli_cuisineબાંગ્લાદેશ નું બોગરા જિલ્લાની આ સ્વીટ ડીશ છે. આ સ્વીટ ડીશ ભારતના અમુક રાજ્ય જેવા કે,વેસ્ટ બંગાળ,ત્રિપુરા અને આસામની બરાક વેલીમાં બહુ જ પ્રખ્યાત છે.મિસ્ટી દહીં એ દહીં, દૂધ અને ગોળ/ખાંડ થી બનતી વાનગી છે. જેને સ્ટીમ યોગર્ટ પણ કહી શકાય. બંગાળી ભાષામાં મિસ્ટી means 'ગળ્યું' અને દોઇ means 'દહીં'. એમ આપણે આપણી ભાષામાં તેને મીઠું દહીં કહી શકાય. Khyati's Kitchen -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
સીતાફળ ની સિઝનમાં સીતાફળ નો ઉપયોગ ના કરે તો કેમ ચાલે Sonal Karia -
શાહી કેસ્યુ કોકોનટ મલાઈ
#GA4#Week-14#COCONUT MILK#CookpadGujarati#Cookpadindia(પોસ્ટઃ 15)આ એક થીક શેક છે જે મુંબઈમાં ખુબજ પ્રખ્યાત છે.ત્યાં ફ્રેશ ફ્રૂટ્સથી અલગ અલગ ફ્લેવર બનાવવામાં આવે છે જે ખુબજ ટેસ્ટી લાગે છે.અહીં થોડા ફેરફાર કરી મેં આ શેક તૈયાર કર્યું છે. Isha panera -
રોઝ પેટલ આલમન્ડ્સ
#ઇબુક#day9ઠંડી ગુલાબ ની સોડમ અને સ્વાદ વાળી આ બદામ ને કોઈ ના નહીં કહી શકે. વળી હલકી મીઠી એવી આ બદામ તમે કોઈ પણ સમયે મમળાવો તો આનંદ જ આવશે. દિવાળી નજીક આવે છે ત્યારે આ બદામ જરૂર થી બનાવો અને મહેમાન તથા ઘર ના સભ્યો ને ખુશ કરો. Deepa Rupani -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
ઓરેંજ શાહી ટુકડા લઝાનિયા એન્ડ કેનાપ્સ 🍊🍞(orange shahi tukda recipe in gujarati)
#નોર્થ#શાહીટુકડા#લઝાનિયા#પોસ્ટ1શાહી ટુકડા એ મુગલો ના સમય ની એક સ્વીટ ડીશ છે જે ઉત્તર ભારત માં, ખાસ કરી ને જૂની દિલ્લી માં ખુબ પ્રખ્યાત છે. આ એક શિયાળા માં ખવાતી મીઠાઈ છે. તે નાના બ્રેડના ટુકડા તળી ને બનાવવામાં આવે છે, ઉપર કન્ડેન્સ્ડ મિલ્ક અથવા રબડી રેડવામાં આવે છે અને ડ્રાય ફ્રુટ્સ તથા કેસર થી શણગારવામાં આવે છે। પણ મેં અહીં મારુ ઇનોવેશન કર્યું છે જેમાં મેં ખાંડ ની ચાસણી ને બદલે ફ્રેશ ઓરેન્જ સીરપ ની ફ્લેવર આપી છે અને શાહી ટુકડા ને લાઝાનિયા અને કેનાપ્સ ના રૂપ માં પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
#thandai#holi21#dhuleti#cookpadindia#cookpadgujaratiઆપ સૌ ને હેપી હોળી, હેપી ધુળેટી !પ્રાચીન કાળ માં થાંડાઇ ને ભાંગ માં ભેળવી ને ભગવાન શિવને અર્પણ કરવામાં આવી. તેનો ઉપયોગ ભારતમાં લગભગ 1000 બીસીની આસપાસ થયો હતો. તે હોળીના સાંસ્કૃતિક ઉજવણીનો એક અભિન્ન ભાગ છે. જ્યારે લોકો હોળી રમી ને થાકી જતા ત્યારે તાજગી માટે ઠંડાઈ પીતાં.અહીં મેં 4 અલગ અલગ ફ્લેવર્સ ની ઠંડાઈ પ્રસ્તુત કરી છે - પાન, કેસર, રોઝ અને મેંગો. આમ તો ઠંડાઈ માં ખસખસ એક મુખ્ય ઘટક છે પરંતુ હું જે દેશ માં રહું છું ત્યાં ખસખસ ઉપર પ્રતિબંધ હોવાથી મેં અહીં ખસખસ નો ઉપયોગ કર્યો નથી. તેમ છતાં પણ ઠંડાઈ નો સ્વાદ ખૂબ તાજગી ભર્યો છે અને થાક દૂર કરનારો છે. Vaibhavi Boghawala -
કોકો ચોકો ટાર્ટ (coco choco tart recipe in Gujarati)
#CR આ ટાર્ટ વેગન લોકો જે દૂધ અને દહીં વાપરતાં ન હોય તેઓ માટે બેસ્ટ ઓપ્શન છે.જે કોકોનટ મિલ્ક, કોકોનટ ઓઈલ અને કોકોનટ પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Bina Mithani -
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#mrકોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું. Nidhi Desai -
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ ખૂબ જ ફ્રેશ અને સ્વાદિષ્ટ લાગે છે. નાળિયેર નાં એકદમ નાના ટુકડા આઈસક્રીમ ને રિફ્રેશિંગ બનાવે છે. એના લીધે આઈસક્રીમ ને સરસ ફ્લેવર અને ટેક્ષચર મળે છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી રેસિપી છે.#RB3#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe in Gujarati 🥭)
#Asahikaseiindia#NooilRecipes#cookpad_guj આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય છે. Daxa Parmar -
હડદર દૂધ
હડદર દૂધ આપડી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.એ અલગ અલગ નામે થી ઓળખાય છે.જેમ કે ગોલ્ડન મિલ્ક , ટરમરીક લાટે અથવા તો મિરેકલ ડ્રિન્ક. Hetal Shah -
ઠંડાઈ (Thandai Recipe in Gujarati)
#દૂધ#જુનસ્ટાર🌹જો બાળકો દૂધ ના પીતા હોય તો આજે જ બનાવજો આ રીતે દૂધ માથી કુલ કુલ થાડાઈ જેબાળકોને તેમાં રહેલ આયર્ન, કેલ્શિયમ અને હાડકા મજબૂત બનાવે છે ઠંડાઈ માં વિટામીન્સ અને મિનરલ્સનો સારો એવો સોર્સ છે તેથી જ તો આજે હું આવી એક યુનિક અને મજેદાર રેસિપી શેર કરવા જઈ રહી છું🌹 Dhara Kiran Joshi
More Recipes
ટિપ્પણીઓ (8)