સાબૂત મસુર નવાબી દાળ તડકા (Sabut Masoor Nawabi Dal Tadka Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૧ કપસાબૂત મસુર દાળ
  2. ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  3. ૮_૯ કળી ઝીણું સમારેલું લસણ
  4. કટકો ખમણેલું આદું
  5. ૧ ચમચીસમારેલો ફુદીનો
  6. ૨_૩ ચમચી સમારેલી કોથમીર
  7. ચમચા દહીં
  8. 🌌 વઘાર માટે ની સામગ્રી
  9. ચમચા ઘી
  10. ૧ ટી સ્પૂનજીરું
  11. ઈલાયચી
  12. તજ ના કટકા
  13. ૨_૩ લવીંગ
  14. પીંચ્ હિંગ
  15. 🌌 મસાલા
  16. ૧ ચમચીમરચું પાઉડર
  17. ૧ ચમચીધાણજીરું
  18. ૧/૨ ચમચીહળદર
  19. ૧ ચમચીગરમ મસાલો
  20. મીઠું સ્વાદાનુસાર
  21. 🌌 ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
  22. ૬-૭ તળેલા કાજુ ના કટકા
  23. ૧/૨ કપતળેલી ડુંગળી ની કતરણ
  24. ૧ ચમચીક્રીમ
  25. ૧ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    પેલાં સાબૂત મસુર દાળ ધોઇ ને ચાર પાંચ કલાક સુધી પલાળી પછી મીઠું નાંખી ધીમી આંચ પર એક સીટી થવા દેવી.
    ને વરાળ નીકળી જાય પછી કુકર ખોલવું
    હવે વઘાર માટે કડાઈ માં બે ચમચા ઘી એડ કરી તેમાં વઘાર ની સામગ્રી એડ કરી એ તતડે એટલે પેલાં વાટેલા આદું લસણ એડ કરી સસડવાં દેવા પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી એમને પણ પિંક કલર ની થાય ત્યાં સુધી સસડવા દેવી.

  2. 2

    હવે તેમાં બધા મસાલા એડ કરી મિક્સ કરી ધીમી આંચ પર એમને પણ સસળવા દેવા પછી તેમાં બાફેલી સાબૂત મસુર દાળ એડ કરી ઉકળવા દેવી.
    હવે ઉકળી જાય એટલે તેમાં દહીં એડ કરવું ને કોથમીર ને ફુદીનો એડ કરવો ને મિક્સ કરવું.

  3. 3

    હવે ગાર્નિશ કરવા માટે કાજૂ ને ડુંગળી ઘી માં ફ્રાય કરી લેશું.
    તો હવે આપણે એક બાઉલ માં કાઢી માથે ફ્રાય કરેલી ડુંગળી કાજૂ ને કોથમીર ને ક્રીમ થી ગાર્નિશ કરશું.

  4. 4

    તો આ રીતે રેડી છે આપની સાબૂત મસુર નવાબી દાળ તડકા તો હવે તેને સર્વ કરશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes