શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપઝીણી સમારેલી મૂળાની ભાજી
  2. 1 કપદહીં
  3. 2 મોટી ચમચીચણાનો લોટ
  4. 3 નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  5. 1/2 ચમચી જીરૂ
  6. ચમચીરાઈ
  7. 1/4 ચમચી મેથીના દાણા
  8. 1/4 ચમચીહિંગ
  9. 1ડાળખી મીઠો લીમડો
  10. 2 નંગ લવિંગ
  11. ટુકડોતજ
  12. 1 નંગ ઈલાયચી
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 2-3 ચમચીતેલ
  15. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર દાંડી સાથે
  16. સાથે સર્વ કરવા માટે જુવારના રોટલા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક જાડા તળિયા વાળા વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં જીરું લીલા મરચા, મેથીના દાણા, મીઠો લીમડો,તજ લવિંગ, હિંગ ઉમેરી એક મિનિટ માટે સાંતળો.

  2. 2

    ધોઈને ઝીણી સમારેલી મૂળા ની ભાજી ઉમેરી દો અને ત્રણ થી ચાર મિનિટ માટે ધીમા તાપે તેલમાં શેકાવા દો.

  3. 3

    દહીંને હુંફાળું ગરમ કરી તેમાં ચણાનો લોટ ઉમેરી ત્રણ કપ જેટલું પાણી ઉમેરી હેન્ડ મિક્સી ફેરવી આ મિશ્રણ વઘારેલી ભાજીમાં ઉમેરો સાથે તેમાં મીઠો ઈલાયચી અને સૂંઠ પાઉડર ઉમેરી ધીમા તાપે 10 થી 12 મિનિટ માટે ઉકાળી લો.

  4. 4

    ગરમા ગરમ કઢીને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવી ગાર્નિશ કરો.

  5. 5

    અહીં મેં મૂળાની ભાજી ની કઢી ને સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes