રાગી અને વેજીટેબલ ના ડાયેટ ચીલા અને મુઠીયા

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

Diet conscious માટે આ recipe બહું જ ફાયદા કારક છે..
મેં એમાં બટાકા use કર્યા છે પરંતુ ૪-૫ વાર ધોઈ ને complete starch કાઢી નાખ્યો છે..
ટેસ્ટ માં પણ બહુ જ યમ્મી થયા છે..

રાગી અને વેજીટેબલ ના ડાયેટ ચીલા અને મુઠીયા

Diet conscious માટે આ recipe બહું જ ફાયદા કારક છે..
મેં એમાં બટાકા use કર્યા છે પરંતુ ૪-૫ વાર ધોઈ ને complete starch કાઢી નાખ્યો છે..
ટેસ્ટ માં પણ બહુ જ યમ્મી થયા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ નંગબટાકા
  2. ૨ નંગગાજર
  3. ૧ નંગડુંગળી
  4. ૧/૨ કપરાગી નો લોટ
  5. ૨ ટેબલસ્પૂનચણા નો લોટ
  6. ૩ ટેબલસ્પૂનફ્રેશ ધાણા
  7. ૧ ટેબલસ્પૂનતલ
  8. ૧ નંગલીલાં મરચાં ના કટકા
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૧ ચમચીમરચું
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૧ ચમચીઅજમો
  14. ૧/૮ ચમચી હિંગ
  15. ૧/૨ ચમચીમરી પાઉડર
  16. જરુર મુજબ પાણી
  17. ૨ ટેબલસ્પૂનદહીં
  18. જરુર મુજબ તેલ,ચીલા શેકવા
  19. ૧/૪ ચમચીસોડા
  20. ૧/૨ ચમચીલીંબુનો રસ
  21. મુઠીયા ના વઘાર માટે
  22. ૧ ટેબલસ્પૂનતેલ
  23. ૧ ટેબલસ્પૂનરાઈ તલ હિંગ
  24. ૧ નંગલીલાં મરચાં ના કટકા,વઘાર માં
  25. ૬-૮ નંગ મીઠા લીમડા ના પાન
  26. ૧/૪ ચમચીમરચું પાઉડર, વઘાર માટે
  27. ૧ ટેબલસ્પૂનધાણા સ્પ્રિંકલ કરવા
  28. ૧ કટોરીદહીં, સર્વિગ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બટાકા ને એકદમ ઝીણું છીણી લેવું અને ૩-૪ વાર પાણીથી ધોઈ નિતારી લેવું,ગાજર ને પણ ધોઈ નિતારી લેવું.
    એક બાઉલ માં બટાકા અને ગાજર નું છીણ,ધાણા,રાગી નો લોટ,બેસન,લીલા મરચા ના કટકા,ડુંગળી ઝીણી સમારેલી,મીઠું મરચું હળદર ધાણાજીરું અજમો હિંગ તલ, મરી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી લેવું અને થોડીવાર rest આપવો.

  2. 2

    Rest બાદ લોટ ના બે ભાગ કરવા,
    એક ભાગ માં જરૂર મુજબ પાણી એડ કરી થીક મિશ્રણ ને ગ્રીસ કરેલી તવી પર, ચમચા ની મદદ થી ચીલા પાથરવા અને ધીમી આંચ પર બંને બાજુ થોડું તેલ મૂકી શેકી લેવા..

  3. 3

    હવે બીજા લોટ માં દહીં નાખી મુઠીયા બનાવવા જેવો લોટ બાંધવો તેમાં સોડા અને લીંબુ નો રસ નાખી સારી રીતે મિક્સ કરી સિલિન્ડર શેપ કરી સ્ટીમર માં મૂકી ૧૫ મિનિટ માટે સ્ટીમ કરી લેવા, ત્યારબાદ ઠંડા કરી ગોળ કાપી લેવા.

  4. 4

    વઘાર માટે..
    પેન માં તેલ લઇ રાઈ તલ હીંગ મરચા ના કટકા,લીમડો અને મરચું પાઉડર નાખી કાપેલા મુઠીયા નાખી softly હલાવી લેવા,પછી ધાણા નાખી ૨ મિનિટ ગેસ પર રાખી ઉતારી લેવા.
    હવે ડીશ માં ચીલા,મુઠીયા અને સાથે દહીં ની કટોરી મુકી સર્વ કરવું..
    Yummy ડાયેટ ડીશ તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes