રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#DRC
#cookpad_gujarati
#cookpadindia
રાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ.
4 વ્યક્તિ
  1. 2 કપરાગી નો લોટ
  2. 1.5 કપરવો
  3. 2 ચમચા લીલાં મરચાં ની પેસ્ટ
  4. 3 કપછાસ
  5. 2 ચમચીફ્રુટ સોલ્ટ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. વઘાર માટે:
  8. 1 ચમચો તેલ
  9. 1 ચમચીરાઈ
  10. 1 ચમચીજીરું
  11. 1 ચમચીતલ
  12. 1ડાળખી મીઠો લીમડો
  13. ચપટીહિંગ
  14. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ.
  1. 1

    રાગી નો લોટ, રવો, મીઠું, લીલાં મરચાં ની પેસ્ટ અને મીઠું ઉમેરી, છાસ થી ઢોકળા માટે નું, ગઠ્ઠા રહિત ખીરું તૈયાર કરો.

  2. 2

    સ્ટીમર માં પાણી ગરમ મુકો, થાળી ને તેલ લગાવી તૈયાર કરો. પાણી ગરમ થાય એટલે ફ્રુટ સોલ્ટ ને ખીરા માં ઉમેરી સરખું ભેળવી ને તેલ ચોપડેલી થાળી માં નાખો.

  3. 3

    થાળી ને સ્ટીમર માં મૂકી, ઢાંકી ને ઢોકળા ને 10-12 મિનિટ માટે વરાળ માં ચડવા દો. ઢોકળાં થાય ત્યાં સુધી વઘાર ના ઘટકો થી વઘાર તૈયાર કરી લો.

  4. 4

    ઢોકળાં થઈ જાય એટલે વઘાર તેમાં ઉમેરો અને ઢોકળાં ને કાપી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes