સૂકી તુવેર માં ઢોકળી (Tuvar Dhokli In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસૂકી તુવેર
  2. 1 ટેબલસ્પૂનલસણ પેસ્ટ
  3. 1 ટેબલસ્પૂનઆદુ મરચાં પેસ્ટ
  4. 1 ટીસ્પૂનહળદર
  5. 1 ટીસ્પૂનલાલ મરચું
  6. 1/4 ટીસ્પૂનહીંગ
  7. 1 ટીસ્પૂનરાય
  8. 2 ટેબલસ્પૂનતેલ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
  11. 2 ટેબલસ્પૂનલીલું લસણ
  12. ઢોકળી માટે
  13. 1/2 કપજુવાર નો લોટ
  14. 1/4 કપકણકી કોરમાં લોટ
  15. 1 ટેબલસ્પૂનલસણ પેસ્ટ
  16. 1 ટેબલસ્પૂનઆદુ મરચાં પેસ્ટ
  17. 1 ટીસ્પૂનહળદર
  18. 1 ટેબલસ્પૂનધાણાજીરું પાવડર
  19. 1 ટેબલસ્પૂનદહી
  20. 2 ટેબલસ્પૂનલીલું લસણ
  21. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
  22. 2 ટેબલસ્પૂનતેલ
  23. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૂકી તુવર ને 8 કલાક પાણી માં પલાળી રાખો. ત્યાર બાદ એને સારી રીતે ધોઈ કૂકર માં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી 6 થી 7 સીટી વગાડી બાફી લ્યો. હવે એક બાઉલમાં બંને લોટ લઈ એમાં ઢોકળી ના જણાવ્યા મુજબના બધા મસાલા ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો. હવે એમાંથી નાની નાની ઢોકળી થેપી લ્યો.

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી રાય, હીંગ નો વઘાર કરી એમાં આદુ, મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરી દો ગેસ ધીમો કરી બધા મસાલા કરી દો હવે એમાં બાફેલી તુવેર ઉમેરી સરસ મિક્સ કરી લો. હવે એમાં 2 ગ્લાસ જેવું પાણી ઉમેરી ઉકળવા દો. બરાબર ઉકળવા માંડે ત્યારે ગેસ ધીમો કરી વારા ફરતી બધી ઢોકળી એમાં ઉમેરી દો.

  3. 3

    હવે ઢાંકણ ઢાંકી ધીમા ગેસ પર ઢોકળી સિઝવા દો.વચ્ચે વચ્ચે હળવે હાથે ઢોકળી ચાળવી લ્યો લગભગ 10 થી 15 મિનિટમાં ઢોકળી થઇ જશે. ઢોકળી થાય એટલે થોડી ફૂલી જશે અને રસો પણ ઘટ્ટ થઇ જશે ત્યાર બાદ ગેસ બંધ કરી ધાણા લસણ ઉમેરી ઢોકળી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes