કુલેરના લાડુ

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

આજે નાગપાંચમ નિમિત્તે ધાર્મિક/પરંપરાગત રીતથી થોડી અલગ રીતે કુલેરના લાડુ બનાવ્યા. મારી રીતમાં બાજરીનો લોટ ગળામાં ચોંટતો નથી, અને ગોળની ગાંગડી પણ નથી આવતી.
તમે એકવાર મારી રીતે જરૂર બનાવી જોજો. પછી આ રીતે જ બનાવશો.🥰🥰🥰

મારી રીતે બનાવવામાં તમારા ધાર્મિક નિયમનો ભંગ થતો હોય તો તમારી રીતે જ બનાવજો☺️☺️☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપબાજરીનો લોટ
  2. ૧ કપછીણેલો ગોળ
  3. ૩/૪ કપ ઘી (એકદમ ગરમ લેવું)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટી થાળીમાં લોટને ચાળી લેવો. ગેસ પર ઘી ગરમ કરવા મુકવું.

  2. 2

    હવે લોટમાં છીણેલો ગોળ ઉમેરી હાથથી સરસ રીતે મીક્ષ કરવું.

  3. 3

    હવે તેમાં એકદમ ગરમ ઘી ઉમેરી, પહેલા તાવેતાની મદદથી અને પછી હાથથી મીક્ષ કરી લેવું.

  4. 4

    હવે મિશ્રણને મિશ્રમાં ૧ મીનીટ ફેરવી લેવું. આમ કરવાથી ગોળ ખુબ સરસ એકસરખી રીતે મિક્ષ થઈ જશે. હવે થાળીમાં કાઢી લેવું, અને જરૂર લાગે તો એક-બે ટે. સ્પૂન ઘી ઉમેરી શકાય.

  5. 5

    હવે મનપસંદ સાઈઝના લાડુ બનાવી લેવા. મેં લીંબુ સાઈઝના બનાવ્યા છે.☺️

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes