પાઈનેપલ અંગુરી રસમલાઈ (Pineapple Anguri Rasmalai Recipe in Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

હું કેનેડા મારી દિકરીના ઘરે આવ્યો છું. મારી દિકરીની દિકરી (આર્જવી)ની સૌથી પ્રિય મીઠાઈ “રસમલાઈ” છે. મેં એના માટે બનાવી. તે સ્કૂલેથી આવી ત્યારે મેં એને સરપ્રાઈઝ આપી☺️☺️ આર્જવી એકદમ ખુશ થઈ ગઈ🥰🥰🥰

તમે પણ આ રેસીપી મુજબ બનાવશો તો પર્ફેક્ટબનશે. પછી તમે બહારથી ક્યારેય નહિ લાવો એની ગેરંટી😊😊😊

પાઈનેપલ અંગુરી રસમલાઈ (Pineapple Anguri Rasmalai Recipe in Gujarati)

હું કેનેડા મારી દિકરીના ઘરે આવ્યો છું. મારી દિકરીની દિકરી (આર્જવી)ની સૌથી પ્રિય મીઠાઈ “રસમલાઈ” છે. મેં એના માટે બનાવી. તે સ્કૂલેથી આવી ત્યારે મેં એને સરપ્રાઈઝ આપી☺️☺️ આર્જવી એકદમ ખુશ થઈ ગઈ🥰🥰🥰

તમે પણ આ રેસીપી મુજબ બનાવશો તો પર્ફેક્ટબનશે. પછી તમે બહારથી ક્યારેય નહિ લાવો એની ગેરંટી😊😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. # પનીર બનાવવા :-
  2. ૧ લિટરદુધ
  3. ટે. સ્પૂન વિનેગર અથવા ૨ લીંબુનો રસ
  4. ૧ ટી સ્પૂનકોર્નફ્લોર
  5. ૧/૪ ટી સ્પૂનપાઈનેપલ એસેન્સ
  6. # મસાલા દુધ બનાવા :
  7. ૧ લિટરદુધ
  8. ૩/૪ કપ ખાંડ (સ્વાદ મુજબ વધઘટ કરવી)
  9. ૧૫ કેસરના તાંતણા
  10. ૧ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  11. ૧૫ બદામની કતરણ
  12. ૧૫ પીસ્તાની કતરણ
  13. ૨-૩ ટીપા ખાવાનો પીળો જેલ કલર
  14. ૧ ટી સ્પૂનપાઈનેપલ એસેન્સ
  15. # રસગુલ્લા તળવા માટે :-
  16. ૧ કપખાંડ
  17. ૫ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દુધને ગેસ પર ગરમ કરવા મુકી, એક ઊભરો આવે એટલે ગેસ બંધ કરી, ૧ મીનીટ હલાવીને પછી તેમાં ધીરેધીરે વિનેગર નાંખી દુધને ફાડી નાખવું. પછી તેને કોટન કપડામાં લઈ, તેના પર ઠંડું પાણી નાંખી, દાબીને પાણી કાઢી નાખવું તથા કપડાંને બાંધીને 1/2 કલાક લટકાવી દેવું.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી એક તપેલીમાં દુધ ગરમ કરવા મુકી, તેમાં ખાંડ નાંખી ૫-૭ મીનીટ ઉકાળ્યા પછી તેમાં કેસરના તાંતણા- ઈલાયચી પાઉડર તથા પીળો કલર નાંખી હલાવતા રહેવું.

  3. 3

    હવે તેમાં બદામની તથા પિસ્તાની કતરણ ઉમેરી ૧ મીનીટ પછી ગેસ બંધ કરી ઠંડું થવા દેવું. તેમાં પાઈનેપલ એસેન્સ ઉમેરી હલાવી લેવું. હવે પનીરને થાળીમાં કે પ્લેટફોર્મ પર હથેળીથી મસળી લીસું કરી લેવું. હવે તેમાં પાઈનેપલ એસેન્સ અને કોર્નફ્લોર ઉમેરી ૩-૪ મીનીટ મસળી લેવું.

  4. 4

    ફુલ આંચ પર ગેસ ચાલુ કરી, મોટા તપેલામાં પ કપ પાણી લઈ તેમાં ખાંડ ઉમેરી ઉકળવા દેવું. પનીરના એકદમ નાના-નાના બોલ બનાવવા. (તમારી ઈચ્છા મુજબ સાઈઝ અને આકારના બનાવી શકો)
    ખાસ નોંધ :- તમે જે પણ સાઈઝમાં બનાવશો, ચાસણીમાં ઉકળ્યા પછી ડબલ સાઈઝના થઈ જાય છે.

  5. 5

    હવે પનીર બોલને ઉકળતા પાણીમાં ઉમેરતા જવા. પ મીનીટ ઢાંકીને ઉકાળવા દેવા. પછીથી ૧ મીનીટ ચમચીથી ઉપર-નીચે પલટાવવા. ફરી ૭ મીનીટ ઉકાળવું. હવે ઉકળતા પાણીમાંથી બોલ કાઢી સીધા એક મોટા વાડકામાં બરફનું ઠંડું પાણી લઈ તેમાં નાખતા જવા. અને તેમાં ૪-૫ મીનીટ રહેવા દેવા.

  6. 6

    હવે દરેક બોલને હળવા હાથે દબાવી, પાણી કાઢી, ઠંડા થયેલ કેસરના દુધમાં મુકવા. ૩-૪ કલાક માટે રૂમ ટેમ્પરેચરમાં રહેવા દેવા. (જેથી દુધ બોલમાં સરસ રીતે ભળી જાય.)
    આપણી એકદમ સોફ્ટ- સ્પોન્ઝી પાઈનેપલ અંગૂરી રસમલાઈ ખાવા માટે તૈયાર😋😋😋😋🥰🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes