બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#AM4
જોતા જ મોં મા પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ એકદમ એવા આ પરાઠા કોઈ પણ પંજાબી શાક ક અન્ય શાક જોડે પણ ખૂબ જ સરસ લાગે છે હોં...તમે પણ બનાવી જોજો મારી પ્રિય સહેલીઓ.... 🥰👍

બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)

#AM4
જોતા જ મોં મા પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ એકદમ એવા આ પરાઠા કોઈ પણ પંજાબી શાક ક અન્ય શાક જોડે પણ ખૂબ જ સરસ લાગે છે હોં...તમે પણ બનાવી જોજો મારી પ્રિય સહેલીઓ.... 🥰👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 કપઘઉં નો લોટ
  2. 2 tbspઘી અથવા તેલ નું મોણ
  3. મીઠું જરૂર મુજબ
  4. 4 tbspઓગાળેલું બટર
  5. 2 tbspએકદમ ક્રશ કરેલું લસણ
  6. 2 tbspસમારેલી કોથમીર
  7. 1/8 tspચાટ મસાલા
  8. 1/4 tspચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પરાઠા માટે તેલ અથવા ઘી નું મોણ નાખી સોફ્ટ લોટ બાંધી લેવો. 20 મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    હવે ઓગાળેલા બટર મા કોથમીર, જીણું ક્રશ કરેલું લસણ, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ નાખી બધું મિક્સ કરી લેવું.

  3. 3

    હવે લોટ માંથી લુવો લઇ મોટી રોટલી વણી તેના પર બટર અને લસણ વાળું બનાવેલું મિશ્રણ બધી જ બાજુ લગાવવું, થોડો અટામણ નો લોટ છાંટવો અને પ્લીટ્સ વાળીએ એમ વાળી ગોળ ચકરી જેમ વાળી છેડો નીચે ની બાજુ દબાવી લેવો.

  4. 4

    લચ્છા પરાઠા ના લુવાણા ને અટામણ મા રગડોળી ધીરા હાથે થી વણી લેવું. અને તવા પર ઘી ક તેલ વડે બન્ને બાજુ દબાવી શેકી લેવું. કોઈ પણ સબ્જી જોડે મસ્ત સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes