મેથી થેપલા

Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_9447422
Ahmedabad, Gujarat, India

આ ગુજરાતી નાસ્તાની વિશિષ્ટતા તે છે કે તેમાં ખાંડ અને દહીં સામગ્રીને લીધે ૭-૮ દિવસો માટે તે બગાડતા નથી. ૭મી -૮ મી દિવસે પણ, જ્યારે તમારી પાસે હોય, ત્યારે તમે તેને ફરીથી ખાઈ શકો છો. આ જ કારણ છે કે ગુજરાતીઓ મુસાફરી દરમિયાન ક્યાંય આ નાસ્તો લઈ જાય છે.

મેથી થેપલા

આ ગુજરાતી નાસ્તાની વિશિષ્ટતા તે છે કે તેમાં ખાંડ અને દહીં સામગ્રીને લીધે ૭-૮ દિવસો માટે તે બગાડતા નથી. ૭મી -૮ મી દિવસે પણ, જ્યારે તમારી પાસે હોય, ત્યારે તમે તેને ફરીથી ખાઈ શકો છો. આ જ કારણ છે કે ગુજરાતીઓ મુસાફરી દરમિયાન ક્યાંય આ નાસ્તો લઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપ ઘઉં નો લોટ
  2. ૧ કપ બાજરા નો લોટ
  3. ૧ કપ સમારેલી મેથી
  4. ૧/૨ - ૧ કપ દહીં
  5. ૨-૩ ચમચી વાટેલા આદુ લસણ મરચા
  6. ૧-૨ ચમચી ખાંડ
  7. ૧-૨ ચમચી તલ
  8. ૩-૪ ચમચી તેલ
  9. મીઠું ને મસાલા સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ને ભેગી કરી ને લોટ ની કણેક બાંધી લો. અડધા કલાક સુધી ઢાંકી ને મૂકી દો.

  2. 2

    તેના લુઆ કરી ને રોટલી ની જેમ થેપલા વણી લો. જરૂર મુજબ ઘઉં ના લોટ નું અટામણ લેવું.

  3. 3

    સાથે તાવી પર શેકી લો.

  4. 4

    લીલી ચટણી કે અથાણું કે દહીં કે ચા સાથે ગરમ પીરસો.

  5. 5

    દૂધી ના થેપલા બનાવ હોઈ તો મેથી ની જગ્યા એ છીણેલી દૂધી વાપરો. સમારેલી પાલક કે કોથમીર કે કોઈ પણ લીલી ભાજી વાપરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_9447422
પર
Ahmedabad, Gujarat, India
just stay in touch to know me 😁my fb grouphttps://www.facebook.com/groups/150662935540144/https://www.facebook.com/nandkitchen/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes