ફરાળી મેંગો સ્ટફડ કોન

megha sachdev
megha sachdev @cook_13692985

કેરી ની સીઝન છે તો તો કેરી માંથી જ અવનવી વાનગીઓ બનાવવાની હોય છે. તો આજે બનાવીશું કેરી માંથી ફરાળી મેંગો સ્ટફડ કોન. કે જે ફરાળી વાનગી છે.

ફરાળી મેંગો સ્ટફડ કોન

કેરી ની સીઝન છે તો તો કેરી માંથી જ અવનવી વાનગીઓ બનાવવાની હોય છે. તો આજે બનાવીશું કેરી માંથી ફરાળી મેંગો સ્ટફડ કોન. કે જે ફરાળી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ કેરી,
  2. ૧ વાડકો રાજીગરા નો લોટ,
  3. ૨ ચમચી સુકા નાળિયેર નું ખમણ,
  4. ૧/૨ ગ્લાસ પાણી,
  5. ૧ ચમચી વળીયારી,
  6. થોડા ડ્રાયફ્રુટ્સ,,
  7. કાજુ,બદામ,અંજીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ મેંગો સ્ટફડ કોન બનાવવા માટે. પાકેલી કેરી, ફરાળી રાજીગરા નો લોટ, લોટ બાંધવા માટે પાણી, ત્યાર બાદ નાળીયેર નું ખમણ તેમજ વળીયારી. અને થોડા ડ્રાયફ્રુટ ટેસ્ટ માટે.

  2. 2

    હવે પેહલા આપણે લોટ બાંધી લઈશું. તેના માટે એક બાઉલ માં રાજીગરા નો લોટ ચાળી લેવો ત્યાર બાદ જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેવો. લોટ બાંધવામાં માત્ર પાણી નો જ ઉપયોગ કરવો.

  3. 3

    ત્યાર બાદ એક પેન ગરમ મુકવું. તેમાં કેરી ના નાના નાના કટકા કરી ઉમેરી દેવા. ત્યાર બાદ તેને ચમચી વડે મસળી ગ્રેવી જેવું કરી દેવું. ત્યાર બાદ તેમાં ઉમેરીશું નાળીયેર નું ખમણ અને વળીયારી. બને ને પ્રોપર ચમચા વડે કેરી માં મિક્ષ કરી લેવું.

  4. 4

    હવે તેને એક બાઉલ માં કાઢી ઠંડુ થવા માટે મૂકી દેવું. આ સ્ટફિંગ ને ઠંડું જ ઉપયોગ માં લઈશું આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે કોન બનાવી લઈશું.

  5. 5

    હવે લોટ માંથી નાના નાના લુઆ બનાવી લેવા. ત્યાર બાદ પ્લાસ્ટિક બેગ ની વચ્ચે તેને રાખી ગોળ રોટલી જેવું વણી લેવું. ત્યાર બાદ બને ને સરખા ભાગ થાય એમ વચ્ચે થી કટ કરી લેવું.

  6. 6

    હવે કટ કરેલા ભાગ માંથી કોન વાડી લઈશું. કોન વાળવા માટે કટ કરેલા બને ભાગ ને જોડી દેવા. એમનેમ ના ચોટે તો થોડો પાણી નો ઉપયોગ કરવો. જેથી સરસ રીતે ચોટી જશે અને કોન છુટસે પણ નહિ. એવી જ રીતે બધા જ કોન વાળી લેવા

  7. 7

    ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી લેવું. તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં કોન ટાળવા માટે મુકવા. કોન ને પેલા થોડી વાર તેલ માં પકડી રાખવા જેથી નીચે નું પળ કડક થઇ જાય અને કોન તેલ માં ઉભા રાઈ શકે.

  8. 8

    ત્યાર બાદ કોણ ને બને તરફ વાડી અને સરખા તળી લેવા. અને બધા કોન ને એક પ્લેટ માં કાઢી લેવા. તે ઠંડા થઇ ગયા બાદ સરસ ક્રિસ્પી થઇ જશે.

  9. 9

    ત્યાર બાદ કોન માં કેરી નું બનાવેલું સ્ટફિંગ ભરીશું. ત્યાર બાદ સ્ટફિંગ પર વળીયારી નો થોડો ભૂકો છાંટી દઈશું. અને તેના પર ડ્રાયફ્રુટ્સ નું છીણ છાટીદઈશું.

  10. 10

    તો કોન તૈયાર છે સેર્વ કરવા માટે. તેને એક પ્લેટ માં કાઢી સેર્વ કરીશું.

  11. 11

    નોંધ:

    વધારે મીઠું પસંદ હોય તો લોટ બાંધવામાં પણ ખાંડ ઉમેરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha sachdev
megha sachdev @cook_13692985
પર

ટિપ્પણીઓ

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes