બટાકાનું શાક

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#Goldenapron
#Post15
#ટિફિન
#આ શાક બાફેલા બટાકામાંથી બનાવ્યુ છે જેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તેમજ આ શાક જલ્દી પણ બની જાય છે.આ શાક પૂરી કે રોટલી સાથે પીરસી શકાય છે. ટિફિનમાં પણ આપી શકાય છે.

બટાકાનું શાક

#Goldenapron
#Post15
#ટિફિન
#આ શાક બાફેલા બટાકામાંથી બનાવ્યુ છે જેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તેમજ આ શાક જલ્દી પણ બની જાય છે.આ શાક પૂરી કે રોટલી સાથે પીરસી શકાય છે. ટિફિનમાં પણ આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. 500ગ્રામ બટાકા(બાફેલા)
  2. 2-3નંગ ટામેટા (ઝીણા સમારેલા)
  3. 2-3લીલા મરચા (ઝીણા સમારેલા)
  4. 5-7પાન મીઠા લીમડાના પાન
  5. 1ચમચી આમચુર પાવડર
  6. 1/2ચમચી હળદર
  7. મીઠુ સ્વાદાનુસાર
  8. ચપટી હીંગ
  9. 1ચમચી જીરુ
  10. 1ચમચી લાલ મરચુ પાવડર
  11. 1મોટો ચમચો તેલ
  12. સજાવવા માટે-
  13. કોથમીર (ઝીણી સમારેલી)

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા બાફેલા બટાકાના નાના મોટા ટુકડા હાથ વડે જ કરી દો.

  2. 2

    એક કડાઈ લઈ તેમાં તેલ ગરમ કરી જીરુ હીંગ ઉમેરો.ત્યાર બાદ મીઠો લીમડો,લીલા મરચા, ટામેટાની પેસ્ટ,હળદર,મીઠુ,લાલ મરચુ પાવડર ઉમેરીને ધીમી આંચે બે-ત્રણ મિનિટ સાંતળી ગ્રેવી તૈયાર કરો.

  3. 3

    પછી બાફેલા બટાકા ગ્રેવીમાં ઉમેરીને મીકસ કરો અને ૧ કપ પાણી ઉમેરીને ૫ મિનિટ માટે ધીમી આંચે ઢાંકીને મૂકો.(જરુર મુજબ રસો બનાવી શકાય છે.)

  4. 4

    તૈયાર છે બટાકાનુ શાક કોથમીરથી સજાવો, પૂરી/રોટલી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes