ભીંડા બટાકાનું શાક (Bhindi Aloo Sabji Recipe in Gujarati)

#SVC
#Summer_special
#Cookpadgujarati
#CookpadIndia
ભારતીય રસોઈમાં બટાકા અને ભીંડા એવા બે શાકભાજી છે જેમનાંથી સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારનાં વ્યંજન બનાવવામાં આવે છે. આવી જ એક સરળ અને બનાવવામાં સહેલી રેસિપી છે. જે થોડી તીખી અને પૌષ્ટિક શેલો ફ્રાઇડ ભીંડી આલુ છે. જેમાં આ બન્ને શાક્ભાજીનો ઉપયોગ થાય છે. આ ભારતીય શાક લંચ અથવા ડીનરમાં પીરસવાં માટે એકદમ ઉચિત છે અને સ્પેશિયલ શાકનાં મસાલા અને શેલો ફ્રાઇડ ભીંડા અને બટાકાની સ્લાઇસના લીધે તેને ડ્રાય કે સેમી ગ્રેવીવાળું બનાવી શકાય છે. જો તમે પણ આ રીતથી ભીંડા બટાકાનું શાક બનાવશો તો ભીંડા ચીકણા નહિ થાય. આ શાક ને રોટલી, પરાઠા કે પૂરી સાથે અથવા દાળ ભાત ની સાથે સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી સકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડાને પાણીથી ધોઈને એકદમ કોરા કરી તેના ક્રોસ માં મોટા ટુકડા સમારી લો. ત્યાર બાદ બટાકા ને લાંબી સ્લાઈસ માં કટ કરી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું કકડાવી તેમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા ના ટુકડા અને હિંગ ઉમેરી સાંતળી લો. ત્યાર બાદ આમાં બટાકા ની સ્લાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે સાંતળી લો.
- 3
ત્યાર બાદ આમાં ભીંડા ઉમેરી બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસ ની આંચ પર ચડવા દો.
- 4
ભીંડા ગેસ પર ચઢે છે ત્યાં સુધી બીજા પેન મા શીંગદાણા, સૂકા કાશ્મીરી લાલ મરચાં, સૂકા ધાણા અને જીરૂ ઉમેરી મિક્સ કરી 3 થી 4 મિનિટ માટે ધીમી ગેસ ની આંચ પર મસાલા ની સુગંધ આવે ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરી લો. ત્યાર બાદ આ મસાલા ને રૂમટેમ્પરેચર પર ઠંડુ કરી મિક્સર જાર માં ઉમેરી અધકચરું પીસી લો.
- 5
હવે બટાકા અને ભીંડા થોડા ચઢી ગયા છે તો એમાં હળદર પાવડર અને રોસ્ટેડ સફેદ તલ ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની આંચ મીડિયમ રાખી ઢાંકણ ઢાંકી ને 5 થી 6 મીનીટ માટે કૂક કરી લો.
- 6
હવે આમાં બનાવેલો સ્પેશિયલ ભીંડી મસાલો, નમક અને આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ લીલી કોથમીર ના પાન ઉમેરી મિક્સ કરી 2 મિનિટ માટે કૂક થવા દઈ ગેસ ની આંચ બંધ કરી લો.
- 7
હવે આપણું ચટાકેદાર અને મસાલેદાર ભીંડા બટાકા નું શાક તૈયાર છે સર્વ કરવા માટે. આ શાક ને ગરમ ગરમ પરાઠા, રોટલી કે પૂરી સાથે સર્વ કરો
- 8
- 9
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)