છોલે પાલક સૂપ

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ
#ફર્સ્ટ૨૫
છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે.

છોલે પાલક સૂપ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ
#ફર્સ્ટ૨૫
છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામધોયેલી પાલકના પાન
  2. 1વાટકી બાફેલા છોલે
  3. 1/2વાટકી બાફેલી મગની દાળ
  4. 1નાની સમારેલી ડુંગળી
  5. 1મોટું સમારેલુ ટામેટું
  6. 7કળી લસણ
  7. 1નાનો કટકો આદુ
  8. 1સમારેલું લીલું મરચું
  9. 1/2લીંબુનો રસ
  10. 1 નાની ચમચીમીઠું
  11. 1 નાની ચમચીલાલ મરચાનો પાવડર
  12. 1 નાની ચમચીધાણાજીરું
  13. 1/2 નાની ચમચીહળદર
  14. 1/2 નાની ચમચીચાટ મસાલો
  15. 1/2 નાની ચમચીસંચળ
  16. 3 મોટી ચમચીબટર
  17. 1ચીઝ ક્યુબ છીણેલું
  18. 2 ચમચીક્રીમ ગાર્નીશિંગ માટે
  19. 4મોટી બ્રેડના ટુકડા
  20. બ્રેડના ટુકડા તળવા માટે તેલ
  21. જોઈતા પ્રમાણમાં પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી બટર લો ત્યારબાદ સમારેલી ડુંગળી ના કટકા બટરમાં નાંખી અને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.

  2. 2

    ડુંગળી થોડી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં લસણની કળી, આદુ ના કટકા, સમારેલા લીલા મરચાં, અને સમારેલા ટામેટા ના ટુકડા નાખો. ટામેટા થોડાક ગળી જાય ત્યાર બાદ ધોયેલી પાલકના પાન નાખીને બરાબર હલાવો, બે મિનિટ પછી તેમાં બાફેલા છોલે ચણા તથા બાફેલી મગની દાળ ઉમેરો, બધી વસ્તુ બરાબર હલાવીને પાંચ મિનિટ માટે કઢાઈને ઢાંકી દો.

  3. 3

    પાંચ મિનિટ પછી તેમાં મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણાજીરું, હળદર, સંચળ, ચાટ મસાલો તથા લીંબુનો રસ ઉમેરો. બરાબર હલાવી ફરી તેને બે મિનિટ માટે ઢાંકી દો. ગેસ બંધ કરી બધું મિશ્રણ થોડીવાર સુધી ઠંડુ પડવા દો. ઠંડા પડી ગયેલા મિશ્રણને મિક્સરમાં ક્રશ કરી લો, થોડું થોડું પાણી ઉમેરી અને મિક્સરમાં ફેરવી પાતળી પેસ્ટ તૈયાર કરો ત્યારબાદ આ પેસ્ટ ને વાસણમાં ગાળી લો, ફરી કઢાઈમાં એક ચમચી બટર મૂકી અને તૈયાર થયેલી પેસ્ટ ગરમ કરો ત્રણ મિનિટ સુધી આ પેસ્ટને ઘટ્ટ થવા દો.

  4. 4

    એક નાની કડાઈમાં તેલ ગરમ કરીને મનપસંદ આકારમાં બ્રેડના ટુકડા કાપી અને તળી લો. તૈયાર કરેલા સૂપને બાઉલમાં કે કપમાં કાઢી છીણેલું ચીઝ, ક્રીમ તથા બ્રેડના ટુકડા સાથે ગાર્નિશ કરીને ઈચ્છા મુજબ જુદી જુદી રીતે સર્વ કરો.

  5. 5

    તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી છોલે પાલક સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર

ટિપ્પણીઓ

Similar Recipes