પાન ફ્લેવર પાનાકોટા

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#ફ્યુઝનવીક
#gujjuskitchen

ઇન્ડિયન + ઇટાલિયન ફ્યુઝન ડેઝર્ટ

આ એક ક્લાસીક ઇટાલિયન ડેઝર્ટ છે જેને મેં નાગરવેલ ના પાન ,વરીયાળી, ગુલકંદ આવી સામગ્રી ભેગી કરી ઇન્ડિયન ફ્લેવર આપ્યું છે. ખરેખર ખુબજ સરસ ડેઝર્ટ બની તૈયાર થયું છે. તમે પણ ટ્રાય કરી જુઓ.

પાન ફ્લેવર પાનાકોટા

1 કમેન્ટ કરેલ છે

#ફ્યુઝનવીક
#gujjuskitchen

ઇન્ડિયન + ઇટાલિયન ફ્યુઝન ડેઝર્ટ

આ એક ક્લાસીક ઇટાલિયન ડેઝર્ટ છે જેને મેં નાગરવેલ ના પાન ,વરીયાળી, ગુલકંદ આવી સામગ્રી ભેગી કરી ઇન્ડિયન ફ્લેવર આપ્યું છે. ખરેખર ખુબજ સરસ ડેઝર્ટ બની તૈયાર થયું છે. તમે પણ ટ્રાય કરી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 કલાક
5 વ્યક્તિ
  1. 100 ગ્રામફ્રેસ ક્રીમ
  2. 10gms ચાઇના ગ્રાસ (અગર અગર)
  3. 15 ગ્રામગુલકંદ
  4. 5-6નાગરવેલના પાન
  5. 2 મોટી ચમચીવરીયાળી
  6. 150 ગ્રામખાંડ
  7. સજાવટ માટે ટુટી ફ્રુટી
  8. 3 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

7 કલાક
  1. 1

    અગર અગર માપ કરતા અડધું લઇ પલાળી રાખો 5 મીનીટ.

  2. 2

    વરીયાળી અને નાગરવેલના પાનને મીકસી મા પીસી લો. લખેલા માપ કરતા અડધું ક્રીમ અને દૂધ મીક્સ કરી ગરમ કરી તેમાં પીસેલો વરીયાળી પાઉડર ખાંડ ઉમેરી સતત હલાવતા રહો એક ઉભરો આવવા દો.

  3. 3

    ઉભરો આવે ત્યારે ગુલકંદ અને અગર અગર ઉમેરી મીક્સ કરો અને ગરણી થી ગાળો.

  4. 4

    એક કટોરી કે વાટકામા ગ્લાસ આડો રાખી તૈયાર કરેલું મીશ્રણ ભરી આડો ગ્લાસ ફ્રીજમાં 3 કલાક સુધી મુકી દો સેટ થઇ જશે.

  5. 5

    ફરી દુઘ અને ક્રીમ ગરમ કરી તેમાં અગર અગર અને ખાંડ ઉમેરી ઉભરો આવે ત્યાં સુધી સતત હલાવતા રહો પછી ગાળી લો.

  6. 6

    સેટ કરેલા ગ્લાસ સીધા કરી આ મીશ્રણ થી ગ્લાસ ભરીને ફરી 3 કલાક ફ્રીજમાં સેટ કરી લો.

  7. 7

    મનપસંદ રીતે સજાવીને ઠંડું ઠંડું પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes