રાંધવાની સૂચનાઓ
- 1
અડદ દાળ અને બીજી મિક્ષ દાળ ને સારી ધોઈ ને 15-20 મિનિટ પલાળી રાખો.
- 2
ગેસ ચાલુ કરી તેના પર કૂકરમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, મેથી દાણા, લવીંગ, મેઇ, તમાલપત્ર,લીમડાનાં પાના, અને હિંગ નાખી વઘાર કરો.
- 3
તેમાં પલાળેલી દાળ ને ઉમેરી લો.
- 4
ગેસ પર ધીમા તાપે 3 -4 સીટી થવા દો. એટલે દાળ બરાબર ચઢી જાય.
- 5
ત્યારબાદ કૂકર ઠંડું થાય એટલે તેમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો,કોકમ નાખીને ઉકળવા દો.
- 6
બીજા ગૅસ પર એક કઢાઈમાં તેલ ગરમ મુકો તેમાં લીલા મરચાં, આદુ - લસણ ની પેસ્ટ, સમારેલી ડુંગળી નાખીને સાંતળો.ત્યારબાદ સમારેલા ટામેટા નાખીને સાંતળી લો.
- 7
હવે કૂકરમાં ઉકાળેલી દાળને કઢાઈમાં મિક્ષ કરી લો. અને 5-7 મિનિટ ઉકળવા દો. અને લીંબુ નો રસ નાંખો.
- 8
તૈયાર છે મિક્ષ દાળ. તેને મકાઈના રોટલા સાથે પીરસો.
- 9
નોંધ :-- મિક્સ દાળને બ્લેન્ડર માં ક્રશ કરવાની જરૂર નથી. અને ગોળ પણ નાખવો નહીં.
Similar Recipes
-
-
-
-
-
-
મસૂર દાળ અને દૂધી નું શાક
#ડિનર #સ્ટારઆપણે ઘણી દાળ અને શાક ની મેળવણી કરીને વાનગી બનાવતાં હોઈએ છીએ તો આ મસૂર દાળ અને દૂધી નું શાક બનાવ્યું છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ