લીંબુવડા ચાટ

6 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાહર નું પડ માટે સમાગ્રી
  2. ૩ મોટા બાફેલા બટાકા
  3. ૨ ટેબલ સ્પૂન લીંબુના રસ
  4. ૨ ટેબલ સ્પૂન બટર
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. અંદર ભરવા માટે સ્ટફીગં માટે સમાગ્રી
  7. ૧ કપ પનીર ખમણેલું
  8. ૨ ટેબલ સ્પૂન તાજું નારીયેળ નું ખમણ
  9. ૧/૪ કપ શેકેલા અને અધકચરા વાટેલા શીંગદાણા
  10. ૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  11. ૧ ટેબલ સ્પૂન કાજુ ના ટુકડા
  12. ૧ ટેબલ સ્પૂન કીસમીસ
  13. ૧ ટેબલ સ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  14. ૨ ટેબલ સ્પૂન બુરું ખાંડ
  15. ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  16. ૧ ટી સ્પૂન સફેદ તલ
  17. ખીરું માટે સમાગ્રી :
  18. ૧૦૦ ગ્રામ આરા લોટ
  19. ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  20. મીઠું સ્વાદાનુસાર
  21. તળવા માટે તેલ
  22. ૧ મોટું બટાકા ની છીણ
  23. ખજૂર ની ચટણી
  24. મોળી દહીં
  25. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા ને છોલી અને મેશ કરી તેમાં લીંબુનો રસ, બટર અને મીઠું નાખી માવો તૈયાર કરવું.

  2. 2

    સ્ટફિંગ માટે બઘી સામગ્રી એક બોઉલ માં નાખી ને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    આરા લોટ માં લાલ મરચું પાવડર અને મીઠું નાખી પાણી થી બટાકા વડા જેવું ખીરું તૈયાર કરવું.

  4. 4

    બટાકા ના માવાના એક સરખા ગોળા બનાવી ને દરેક ગોળા માં વચ્ચે ખાડો કરી ને ૧ ટેબલ સ્પૂન પનીર નું સ્ટફિંગ ભરી ને બંધ કરી ને ગોળ વાળી લો.

  5. 5

    બટાકા ના તૈયાર કરેલા ગોળા ને આરા લોટ નું ખીરું માં બોળી નેં ગરમ તેલમાં સોનેરી તળી લો.

  6. 6

    બટાકા ની છીણ ને પાણી મા થોડીવાર રાખીને પછી કોરી કરવી. બે ભાગ પડી અને એક ભાગ માં ૧ ટીપું લાલ કલર નાખવો મમ, બીજા ભાગ ને સફેદ જ રાખવું. બન્ને ને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો.પછી ભેગી કરવી. ચાટ માટે સામગ્રી તૈયાર કરી લો.

  7. 7

    લીંબુવડા ચાટ બનાવવા માટે ની રીત : એક પ્લેટમાં લીંબુવડા મૂકી ને ૪ ભાગ માં કાપા કરવા. તેના ઉપર ખજૂર ની ચટણી નાખો.

  8. 8

    એના ઉપર વલોવેલુ દહીં નાખી ને ઉપર થી બટાકા ની છીણ, ઝીણી સમારેલી કોથમીર ભભરાવી તુરંત સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes