રાઇસ મુઠીયા બાઉલ

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘

#ઇબુક

#Day15

રાઇસ મુઠીયા બાઉલ

રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘

#ઇબુક

#Day15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૭ મિનિટ
૩ જણા માટે
  1. રાઇસ મુઠીયા બાઉલ બનાવવાની સામગ્રી ⚘
  2. ૨ વાટકી ઘઉં નો લોટ
  3. ૧ વાટકી બનાવેલા રાઇસ
  4. ૧\૨ વાટકી છાશ
  5. ૫ નંગ લીલા મરચાં ની પેસ્ટ
  6. ૪ ચમચી તેલ
  7. ૧ ચમચી લાલ મરચું પાવડર
  8. ૧ ચમચી ધાણા જીરું પાવડર
  9. ૧\૨ ચમચી હરદળ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. રાઇસ મુઠીયા બાઉલ વઘારવા માટે
  12. ૫ ચમચી તેલ
  13. ૧ ચમચી રાઇ
  14. ૨ ચમચી તલ
  15. ૧\૨ લાલ મરચું પાવડર
  16. કોથમીર જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૭ મિનિટ
  1. 1

    રાઇસ મુઠીયા બાઉલ બનાવવા પહેલા એક તાસ માં ઘઉં નો લોટ લો. પછી તેમાં હરદળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, લીલાં મરચાં ની પેસ્ટ નાંખો..

  2. 2

    પછી લોટ માં છાશ અને તેલ, રાઇસ નાખી મિક્સ કરો..

  3. 3

    હવે બધું મિક્સને લોટ બાંધી લો પછી ગેસ પર ઢોકળીયા નું કુકર મૂકી તેમાં ત્રણ ગ્લાસ પાણી નાખી જાળી વાળી ડીશ પર મુઠીયા ના રોલ બનાવી કૂકર ને દસ મિનિટ સુધી ઢાંકી દો હવે ગેસ બંધ કરી દો.પછી ઢાંકણું ખોલી મુઠીયા બહાર કાઢી લો...

  4. 4

    હવે મુઠીયા ને ગોળ માં કાપી લો. પછી ગેસ પર તપેલી માં તેલ ગરમ કરવા મૂકો. ને વઘાર ના મસાલા તૈયાર કરો...

  5. 5

    હવે તેલ ગરમ કરી તેમાં રાઇ, તલ,લીમડો નાખી તેમાં બાફેલા મુઠીયા નાખી બધું મિક્સ કરી કોથમીર ભભરાવી ને ગેસ બંધ કરી દો...

  6. 6

    હવે "રાઇસ મુઠીયા બાઉલ" ને બાઉલ માં કાઢી ચા સાથે પીરસો.⚘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

ટિપ્પણીઓ

Similar Recipes